News of Tuesday, 2nd November 2021
અફઘાનમાં ફસાયેલ અમારા સગાઓને સ્વદેશ પરત લાવો : પરિજનોની કેન્દ્રને અપીલ
લુધીયાના,તા. ૨ : અફઘાનીસ્તાનમાં તાલીબાનની સતાબાદ ત્યાં ફસાયેલ ૨૦૦ થી વધુ લોકોના પરિજનોએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે તેમને પરત લાવવામાં આવે પરિજનો મુજબ આ લોકો ગુરૂદ્વારામાં રહી રહ્યા છે અને તેમનું કામકાજ પણ ઠપ્પ થયું છે.
ઉપરાંત આ લોકો વીઝા સંબંધી મુશ્કેલીઓને કારણે પરત નથી ફરી શકતા. વિડીયો કોલ દ્વારા વાતચિત થઇ રહી છે. તેઓ પોતાની સુરક્ષાને લઇને પણ ચિંતિત છે. તેવામાં તેમનું સ્વદેશ પરત ફરવું જરૂરી બન્યુ છે. પ્રિયા નામની મહિલાના પિતા ત્યાં છે. તેમને દવા-ઇલાજ નથી મળી રહ્યો. ઉપરાંત કલા નામની મહિલાના દિકરાઓ, વહુઓ સહિત ૧૪ લોકો અફઘાનમાં ફસાયેલ છે.
(10:43 am IST)