મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

બિહાર ચૂંટણી :તેજસ્વી યાદવની વધુ એક જાહેરાત 5 લાખ સુધીની એજ્યુકેશન લોન માફ કરવા વાયદો

શ્રમવીર સહાયતા કેન્દ્ર,વેપારી સુરક્ષાદળનું ગઠન,સહિતની અનેક યોજના

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીના સુપ્રીમો તેજસ્વી યાદવે યુવાઓને નોકરી આપવાની વાત કરી છે પોતાના આ વાયદાને રેખાંકિત કરવા માટે તે સતત ફેસબુક લાઇવ દ્વારા યુવા નોકરી સંવાદનું આયોજન કરી રહ્યો છે. આજે ફેસબુક લાઇવમાં તેણે ફરીથી શિક્ષા અને રોજગારના મુદ્દાને રેખાંકિત કર્યો છે. તેજસ્વીએ કહ્યું કે 5 લાખ સુધીની એજ્યુકેશન લોન માફ કરવામાં આવશે.

 નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે બિહાર બેરોજગારીનું કેન્દ્ર બની ગયું છે. નીતિશ કુમાર પ્રત્યે લોકોનો ગુસ્સો હવે નફરતમાં ફેરવાઇ ગયો છે. ફેસબુક લાઇવમાં તેજસ્વીએ બિહારને લઈને બનાવેલી પોતાના ભવિષ્યની યોજના બતાવી હતી. તેજસ્વીએ કહ્યું કે મજૂર ભાઈ જે બહાર નોકરી કરી રહ્યા છે તેમના માટે કર્પૂરી ઠાકુર શ્રમવીર સહાયતા કેન્દ્ર બનશે. વેપારીઓના હિતની રક્ષા માટે વેપારી સુરક્ષા દળનું ગઠન કરવામાં આવશે. બિહારમાં અમારી સરકાર બનશે તો સ્થાનીય નીતિ લાગુ કરશે. જેમાં 85 ટકા સરકારી નોકરી બિહારના લોકોને મળશે. બિહારમાં નવા વકીલો માટે ચેમ્બર બનાવાશે. રસ્તા પર વેડિંગ ઝોન બનાવવામાં આવશે. ઝોનલ આધાર પર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવ

(12:32 am IST)