મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

10 લાખ નોકરીઓ માટે નાણાં ઓછા પડશે તો અમે સીએમ-ધારાસભ્યોના પગાર કાપશું

10 લાખ નીતીશકુમારને આપ્યો તેજસ્વી યાદવનો જવાબ :સરકારી બજેટનાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચાતા જ નથી

પટના :બિહાર વિધાનસભા ચુટણી 2020માં તેજસ્વી યાદવ રોજગારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યાં જ નિતીશ કુમાર તેજસ્વીનાં આ વાયદાને ચુંટણી પ્રચાર ગણાવી રહ્યા છે, નિતીશ કુમાર, સુશીલ મોદી, જીતન રામ માંઝી સહિતનાં ઘણા નેતાઓ સવાલ ઉઠાવી ચુક્યા છે કે મોટી સંખ્યામાં સરકારી નોકરી ક્યાંથી આવશે, અને તેના માટે તેજસ્વી પૈસા ક્યાંથી લાવશે, મહાગઠબંધન દ્વારા સીએમ પદનાં ઉમેદવાર તેજસ્વી યાદવે યુવા નોકરી સંવાદમાં આ સવાલનો જવાબ આવ્યો અને ઘણા મુદ્દા પર વાત કરી.હતી 

આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરી હતી કે, સરકારી બજેટનાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચાતા જ નથી, પરંતુ તે પછી પણ જો 10 લાખ યુવાનોને નોકરી આપવા માટે નાણાં ઓછા પડે તો મુખ્ય પ્રધાન સહિત તમામ ધારાસભ્યોનાં પગાર કાપવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં બેરોજગારીનો દર 46.68 છે. બિહારમાં પૈસા ખર્ચવામાં આવતા નથી, તેથી બિહાર પછાત છે.

તેજસ્વી યાદવ રાજ્યમાં પોતાની દરેક રેલીમાં રોજગાર ઉપરાંત કમાણી, શિક્ષણ અને દવાઓ માટેની વ્યવસ્થા કરવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 40 લાખથી વધુ મજૂરો કે જેઓ બહાર ફસાયેલા છે, દેશના દરેક રાજ્યમાં કર્પૂરી મજૂર કેન્દ્રો સ્થાપવામાં આવશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે, વેપારી સુરક્ષા ટુકડી બનાવાશે જેથી તેઓ ભય મુક્ત વેપાર કરી શકે.

(12:22 am IST)