મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

IPL -2020 : રોયલ ચેલેન્જર બેંગ્લોરને 6 વિકેટે હરાવી દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

શિખર ધવન અને અજિંક્ય રહાણેએ શાનદાર ફિફટી ફટકારી : એનરિચ નોર્ટજેએ 3, કગીસો રબાડાએ 2 વિકેટ ઝડપી : હવે દિલ્હીનો ક્વાલિફાયર-1 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે મુકાબલો

દુબઈ :  ઇન્ડિયન પ્રીમિયર લીગની 55મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. જેમા દિલ્હીએ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યુ છે . દિલ્હી તરફથી અજિંક્ય રહાણે અને શિખર ધવને શારદાર અડધી સદી ફટકારી હતી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે અને ક્વાલિફાયર-1 માં તે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરના બેટ્સમેન ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા અને 25 રને ટીમની પહેલી વિકેટ પડી. જોશ ફિલિપ 17 બોલમાં 12 રન કરી આઉટ થયો. વિરાટ કોહલી 24 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 29 રન કરી આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલે મહત્ત્વનું યોગદાન આપતા લીગમાં પોતાની ચોથી અડધી સદી ફટકારી. તેણે 41 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. તેના 2 બોલ પછી જ ક્રિસ મોરિસ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે એબી ડિવિલિયર્સે 35 રનનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન કર્યા.હતા

દિલ્હી કેપિટલ્સ માટે એનરિચ નોર્ટજેએ 3, કગીસો રબાડાએ 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી .

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 153 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને દિલ્હીએ 6 વિકેટે પ્રાપ્ત કરી લીધો. દિલ્હી તરફથી સૌથી વધુ રન અજિંક્ય રહાણેએ કર્યા. અજિંક્ય રહાણેએ પોતાની 28મી ફિફટી ફટકારતા 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન કર્યા હતા. જ્યારે શિખર ધવને શાનદાર બેટિંગ કરતા તેની 40મી અડધી સદી ફટકારી. તેણે પોતાની ઇનિંગમાં 41 બોલનો સામનો કરતા 6 ચોગ્ગાની મદદથી 54 રન કર્યા હતા. તે સિવાય શ્રેયસ અય્યર 7, રિષભ પંત 8* અને માર્કસ સ્ટોઇનિસે 10* રન કર્યા. હતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાહબાજ અહમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી. જ્યારે વોશિંગટન સુંદર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી.

(11:36 pm IST)