મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

ઓટો સેક્ટરમાં રોજગારીની તકોમાં સુધારો : સપ્ટેમ્બરમાં નવી ભરતીમાં 29 ટકાનો વધારો

જોકે, ઓટો ક્ષેત્રે પ્લેસમેન્ટ વૃદ્ધિ હજુ પણ કોવિડ અગાઉના સ્તરની તુલનાએ સપ્ટેમ્બરમાં 25 ટકા નીચે

નવી દિલ્હી : દેશમાં ક્રમશઃ લોકડાઉન ખોલાયા બાદ ઓટો ક્ષેત્રે પ્લેટમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રે સપ્ટેમ્બરમાં પ્લેસમેન્ટમાં 29 ટકા ક્રમિક વૃદ્ધિ નોંધાઈ છે. જોકે આ વૃદ્ધિ કોવિડ પહેલાના નીચલા સ્તરે છે. રોજગાર સંબંધીત ઓનલાઈન સેવાઓ આપતી નોકરી ડોટ કોમે આ જાણકારી આપી હતી.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, જૂન 2020થી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે અને મહિને-દર-મહિને સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે કોવિડ પહેલાં અને પછી આ ક્ષેત્રના પ્રદર્શનના સ્તરની તુલના કરીએ છીએ, ત્યારે તેમાં સ્પષ્ટ સુધારો જોવા મળી રહ્યો છે

જોકે, ઓટો ક્ષેત્રે પ્લેસમેન્ટ વૃદ્ધિ હજુ પણ કોવિડ અગાઉના સ્તરની તુલનાએ સપ્ટેમ્બરમાં 25 ટકા નીચે છે. આ વર્ષે એપ્રિલમાં આ પ્લેસમેન્ટ વૃદ્ધિ કોવિડ અગાઉના સ્તરેથી 80 ટકા નીચે હતી. કંપનીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં નિમણૂકોમાં ધીમે ધીમે સુધારો થયો છે. આ સુધારો ઓગસ્ટમાં કોવિડ અગાઉના સ્તરથી 42 ટકા નીચે હતો.

નૌકરી ડોટ કોમના જણાવ્યા અનુસાર, ટોચની ભૂમિકાઓમાં પ્રોડક્શન મેનેજર, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, સેલ્સ/બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, સર્વિસ મેન્ટેનન્સ એન્જિનિયર, ડિઝાઇન એન્જિનિયર અને એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ મેનેજર - મેન્યુફેક્ચરિંગ, સર્વિસ મેઇન્ટેનન્સ એન્જિનિયર અને પ્રોડક્શન મેનેજરની ભૂમિકામાં 57 ટકા, 46 ટકા અને 22 ટકાની પ્લેસમેન્ટ વૃદ્ધિ જોવા મળી છે.

(8:23 pm IST)