મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

નંદબાબાના મંદિરમાં નમાજ પઢનારા બેની વિરૂદ્ધ FIR

દિલ્હીના યુવાનોની હરકતથી લોકોમાં નારાજગી : નંદગાંવના મંદિરમાં બે મિત્રોએ નમાજ પઢીને તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા હોબાળો

મથુરા, તા. : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં પાછલા દિવસોમાં બ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હીના રહેવાસી ફૈજલ ખાન  અને તેના એક મિત્રએ નંદગાંવના નંદનબાબા મંદિરમાં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. સંબંધમાં ચાર લોકોની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. બીજીબાજુ કેસ પર યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે અસામાજિક તત્વોનું કામ છે, આવા લોકોને કડકાઇથી કાર્યવાહી કરાશે.

પોલીસના જણાવ્યા મુજબ મંદિરના એક સેવકની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે આરોપી ફૈઝલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને બે હિન્દુ સાથીઓ વિરૂદ્ધ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો, ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે અણબનાવ ઉભો કરવાનો, સમાજમાં એવો ડર પેદા કરવો જેના કારણે માહોલ ખરાબ થવાની આશંકા ઉભી થાય અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવા જેવા આરોપોમાં કેસ દાખલ કર્યો છે.

બરસાના પોલીસ મથકના પ્રભારી આઝાદ પાલસિંહે જણાવ્યું કે, નંદભવનના સેવકોએ જણાવ્યું કે ગુરુવારે બપોરે ત્રણ યુવકો નંદ ભવન પહોંચ્યા હતા. તેમાંથી એકે પોતાને દિલ્હીના રહેવાસી ફૈઝલ ખાન તરીકે ઓળખ આપી. તેમણે બધાને કહ્યું કે તેઓ પણ ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રખ્યાત કવિ રસખાનાની સમાન ભગવાન કૃષ્ણમાં અગાધ શ્રદ્ધા ધરાવે છે અને તેને વશીભૂત થઇને બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહ્યા છે. યાત્રામાં પડતા તમામ તીર્થસ્થાનોના દર્શન પણ કરી રહ્યા છે.

પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે તે નંદ ભવનમાં નંદલાલા અને નંદ બાબાના પણ દર્શન કર્યા. ત્યારબાદ જ્યારે ગોસ્વામીજન ઠાકુરજીને પોઢાડીને મંદિના પટ બંધ કરવા માટે અંદર જતા રહ્યા ત્યારે લોકોએ નમાજ પઢીને ફોટો લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આની પહેલાં ધર્મ ચર્ચા દરમ્યાન તેમણે રામચરિત માનસની ચોપાઇઓ પણ વાંચની સંભળાવી. આઝાદ પાલસિંહે કહ્યું કે ઘટના રવિવારે મંદિરના સેવકોને માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવાલાગ્યો. તેના આધારે મંદિરની સેવા કરનાર સેવક કાન્હા ગોસ્વામીએ મંદિરમાં નમાજ પઢનાર ફૈઝલ ખાન અને મોહમ્મદ ચાંદ અને તેમની સાથે મંદિરમાં લાવનાર નીલેશ અને આલોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસસ્ટેશનના પ્રભારી આઝાદ પાલસિંહના જણાવ્યા મુજબ ચાર વ્યક્તિઓની વિરૂદ્ધગુનો દાખલ કરાયો છે. હાલમાં કોઇની ધરપકડ કરાઇ નથી.

(7:44 pm IST)