મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

પાકિસ્તાનમાં 13 વર્ષીય ખ્રિસ્તી કિશોરીનું અપહરણ કરી ફરજીયાત નિકાહ કરવાનો મામલો : અપહરણ કરનાર 44 વર્ષીય આધેડની સાથે રહેવા જવાનો હાઇકોર્ટનો હુકમ : કિશોરીની માતા બેભાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમની હાલત કેવી બદતર છે તેનો વધુ એક બનાવ સિંધ પ્રાંતમાં  પ્રકાશમાં આવ્યો છે.જે મુજબ  13  વર્ષીય  ખ્રિસ્તી કિશોરી આરઝુ રાજાનું અપહરણ કરી ફરજીયાત ધર્મ પરિવર્તન કરી તેની સાથે નિકાહ પઢી લેવા મામલે કિશોરીની માતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.પરંતુ નામદાર કોર્ટએ પણ આ કિશોરીને તેનું અપહરણ કરનાર 44 વર્ષીય આધેડ સાથે રહેવા જવાનો હુકમ કર્યો હતો.

આ હુકમ સાંભળી કિશોરીની માતા વિલાપ કરવા લાગી હતી તથા બેભાન બની ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે નેશનલ કમિશન ફોર જસ્ટિસ એન્ડ પીસ એ કોર્ટના આ ચુકાદા સામે વિરોધ વ્યક્ત કર્યો છે.તથા દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાને પડકાર સમાન ગણાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:34 pm IST)