મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

મુકેશ અંબાણીની સિકયુરિટી મુદ્દે સુપ્રીમે PIL ફગાવી

૨૦૧૩માં મનમોહન સરકારે આપેલી ઝેડપ્લસ સિકયુરિટી માટે પણ ઉઠ્યા સવાલ

નવી દિલ્હી,તા. ૨: મુકેશ અંબાણી ભારતના જ નહીં, એશિયાના સૌથી ધનવાન વ્યકિત છે .વેલ્યુની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તેઓ માલિક છે. મુંબઈમાં એન્ટીલિયા જે તેમનું ઘર છે, તે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. વર્તમાનમાં તેમને અને પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ PILને ફગાવી દઈ, જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળેલી ક્ષ્ૅ સુરક્ષા પાછી લેવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ મામલો સરકારનો છે. એ નિર્ણય સરકારે કરવાનો છે કે, જેમાં ખતરાની શકયતાઓના આધાર પર કોઈ નિર્ણય લેવામાં આવે છે.

હિમાંશુ અગ્રવાલે ડિસેમ્બર ૨૦૧૯માં આ સંબંધમાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણે આ અપીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ મામલો સમગ્ર રીતે સ્ટેટનો છે.

મુંબઈ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, જે લોકો ઉપર ખતરો છે, તે પોતાના ખર્ચે ઝેડ પ્લસસુરક્ષાની માગ કરી શકે છે અને રાજય સરકાર તે આપવા માટે બાધ્ય છે. એ સમયે કોર્ટને જણાવાયું હતું કે, અંબાણી પરિવાર આ સુરક્ષા માટે સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તે પછી મુંબઈ પોલીસ કમિશનરની પાસે સુરક્ષા ન આપવાને લઈને કોઈ વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિકયોરિટી આપવાના મુદ્દાએ ઘણો ઉછળ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તત્કાલીન મનમોહન સિંહ સરકારને દેશના સૌથી વ્યકિતને ઝેડ પ્લસ સિકયોરિટી આપવા પર જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, આખરે અંબાણીને ઝેડ પ્લસ સિકયોરિટી કેમ આપવામાં આવી? સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સુરક્ષા પર સરકારના નિર્ણય પર કહ્યું કે, આવા વ્યકિતઓને સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે, કે જયારે સામાન્ય વ્યકિત પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે.

(3:33 pm IST)