મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

મુંબઇનું રીઅલ એસ્ટેટ માર્કેટ ફરી ધમધમતુ થવા લાગ્યું

કોવિડના પગપેસારા પૂર્વે જાન્યુઆરી કરતા ઓકટોબરમાં વધુ મકાન વેંચાયા

મુંબઇઃ કોવિડ મહામારીને  મચાવેલા તરખાટને પગલે નોંધપાત્ર પ્રમાણમાં ઠંડુ પડી ગયા બાદ હવે મુંબઇનું રીઅલ એસ્ટેટ સેકટર ફરીથી ધમધમતુ થઇ રહયું છે. કોરોના વાઇરસ મુંબઇમાં પગપેસારો કરે તે પહેલા આ વર્ષના જાન્યુઆરીની સરખામણીએ ઓકટોબરમાં વધુ યુનિટ (ફલેટ ઘર) નું વેચાણ થયુ તે આ બાબતોનું સંકેત આપે છે.

સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન વિભાગની માહિતી મુજબ મુંબઇમાં ઓકટોબરમાં ૭૯૨૯ પર વેચાયા હતા. આ પહેલા લોકડાઉન અમલી બન્યો તેના લગભગ દોઢ મહિના અગાઉ જાન્યુઆરીમાં ૬૧૫૦ ઘર વેચાયા હતા.

પરંપરા મુજબ તહેવારોની મોસમનું વેચાણ ઓકટોબરમાં શરૂ થતુ હોવાથી રીઅલ એસ્ટેટ માટે આ શુકનવંતો મહિનો છે. ૨૦૧૯ના ઓકટોબર કરતા પણ આ વર્ષના ઓકટોબરમાં વધુ વેચાણ થયું છે. ૨૦૧૯ના આ માસમાં માત્ર ૫૮૧૧ યુનિટ જ વેચાયા હતા.

કોવિડને કારણે બાંધકામ પ્રોજેકટસ અટકી પડયા અને કામદારો સામુહીક પણે તેમના વતનના ગામોમાં ચાલ્યા જતા રીઅલ એસ્ટેટને પડેલા મરણતોલ ફટકાની સ્થિતિમાં ગયા માસનું વિક્રમજનક વેચાણ ખરીદદારોનો વિશ્વાસ ફરીથી જાગૃત થયાના સંકેત રૂપ હોવાનું નિષ્ણાંતો માને છે.

(2:46 pm IST)