મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

૨ વર્ષ સુધી બેડ પર સડતી રહી માતાની લાશ : બાળકો પણ રહેતા હતા સાથે

 નવી દિલ્હી : અમેરિકામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમેરિકાના ટેનેસીમાં એક મહિલાની લાશ તેના મર્યા બાદ ૨ વર્ષ બાદ પણ તેમના જ ઘરના બેડ પરથી મળી આવી છે. ૨ વર્ષ સુધી લાશ બેડ પર પડી રહી હોવાના કારણે પુરી રીતે સડી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, મહિલાના બાળકો ૨ વર્ષ સુધી લાશની સાથે જ રહેતા હતા. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

 મહિલાની ઓળખ ૫૬ વર્ષની લારિંડા જોલીના રૂપે થઈ છે. તેની લાશ ૨૧ ઓકટોબરે મળી આવી હતી. તેમની સડેલી ડેડ બોડી તેમના બેડ પર મળી આવી છે. તેમની લાશ કપડાના ઢગલા નીચે છુપાવેલી હતી. તેમની ડેડ બોડી ત્યારે મળી આવી જયારે ડેવિડસન કાઉન્ટી (નિવાસ ક્ષેત્ર)એ એક ડેપ્ટીને ઘરે નોટિસ આપવા મોકલ્યા હતા.

 લારિંડાના ભાઈ એન્થની જોલીએ જણાવ્યું કે, મહિલાની લાશ પુરી રીતે સડી ચુકી છે. માત્ર તેમના હાડકા જ બચ્યા છે. એન્થનીનું કહેવું છે કે, આ શબ ૨ વર્ષથી વધારે સમય જુનુ પણ હોઈ શકે છે. એન્થનીએ જણાવ્યું કે, તેમણે તેની ભાણીને આ મામલે વાત કરી હતી. તેણે તેમને પુછ્યું હતું કે, કેટલા સમયથી તેમની માની લાશ અહીં છે. તો આ જાણી તેને હેરાની થઈ.

 લારિંડાના ચાર બળકો છે. પરંતુ, તમામ બૌદ્ઘીક રૂપથી અશકત છે. આ તમામ ઘરમાં માના શબની સાથે બે વર્ષથી રહેતા હતા. એન્થની અનુસાર, બે વર્ષમાં તેમણે જયારે ફોન કર્યો ત્યારે બાળકો એવું કહી દેતા હતા કે મમી ઊંઘી રહી છે અથવા હાલમાં વાત કરી શકે તેમ નથી જયારે તેમને ગડબડી લાગી તો, તેણે પોલીસને ફોન કરી આ મામલે ફરિયાદ કરી હતી.

(2:42 pm IST)