મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

એકધારા 31 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો યથાવત : કિંમતમાં કોઈ ફેરફાર નહિ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાથી ઓઇલ કંપનીઓ બજાર માં કોઈ ફાયદો આપી રહી નથી. પરંતુ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 31 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સોમવારે પાટનગરમાં પેટ્રોલ 81.06 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દેશ ના અન્ય મહાનગરો મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલના ભાવ અનુક્રમે 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને 82.59 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે જયારે ડીઝલ પણ અનુક્રમે 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લીટર ઉપલબ્ધ છે.

(1:57 pm IST)