News of Monday, 2nd November 2020
ઓડિશાના રાજ્યપાલ પ્રો.ગણેશીલાલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત
રાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી, ટ્વીટ કરીને માહિતી આપી
ઓડિશાના રાજ્યપાલ પ્રો.ગણેશીલાલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા છે. ઓડિશાના રાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી, ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.
આ ટ્વિટમાં જણાવાયુ છે કે રાજ્યપાલ અને રાજ્યની પ્રથમ મહિલા, કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્યપાલે લોકોને તાજેતરમાં જ સંપર્ક સાધ્યો હોય તેવાને પોતાનુ કોરોના પરીક્ષણ કરાવવા માટે કહ્યુ હતુ.
(1:47 pm IST)