મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

નાનકડી વાતમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ સાથી પક્ષના મુખ્યમંત્રીને વડચકું ભરી લીધું

કોંગ્રેસના નસીબમાં જ સતા સુખ નથી? નાની-નાની વાતમાં જાહેરમાં ઉભરો ઠાલવે છે

મુંબઇઃ કોંગ્રેસના નેતા અને જાહેરબાંધકામ વિભાગના પ્રધાન તથા અગાઉ મુખ્યમંત્રી રહી ચુકેલા અશોક ચવ્હાણ ફરિયાદ કરી છે કે કોંગ્રેસ હેઠળની સ્થાનિક સંસ્થાઓને (નિગમો-પાલિકા) પૂરતું ભંડોળ ઉદ્ઘવ સરકાર તરફથી મળતું નથી. જે ફરી એક વખત મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (એમ.વી.એ) સરકાર સામે અસંતોષને પ્રકાશમાં લાવે છે. શાસક પક્ષના જોડાણમાં શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસ એમ ત્રિપુટી છે. કોંગ્રેસની નારાજગીથી મહાવિકાસ આઘાડી સરકારનો ફાટફૂટ પડે એવા એંધાણ દેખાય છે. કોંગ્રેસના નેતા થતા તથા પ્રધાન અશોક ચવ્હાણે કરેલા આક્ષેપ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે અશોક ચવ્હાણે મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે વાતચીત કરવી જોઇતી હતી. તેમણે મુખ્ય પ્રધાન માટે વાત કરી તે ઠીક નથી. આ મુદ્દો ઉકેલી જાય એવો છે. મને લાગે છે કે અશોક ચવ્હાણ જે બાબતે બોલી રહ્યા છે તે મુખ્ય પ્રધાન સંબંધિત નથી. પાલિકાના ભંડોળ બાબતેનો મુદ્દો વાતચીતથી ઉકેલી શકાય છે.

(12:49 pm IST)