મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

વિશ્વમાં કોરોના ૧૨ લાખથી વધુ લોકોને ભરખી ગયોઃ કુલ કેસ થયા ૪,૬૮,૨૩,૦૭૦

ભારતમાં કુલ કેસ ૮૨,૨૯,૩૧૩: મૃત્યુઆંક ૧,૨૨,૬૦૭ : ૨૪ કલાકમાં ભારતમાં ૪૫૨૩૧ કેસઃ ૪૯૬ લોકોના મોત

નવી દિલ્હી, તા.૨: કોરોનાએ વિશ્વભરમાં ૧૨,૭૫,૩૨૧ લોકોનો જીવ લીધો છે, જયારે કેસની સંખ્યા ૪,૬૮,૨૩,૦૭૦ થયા છે. એકટીવ કેસ ૧,૧૮,૬૨,૯૧૨ છે. અમેરિકાં ૯૪,૭૩,૯૧૧ કેસ છે અને ૨,૩૬,૪૭૧ લોકોના મોત થયા છે. ભારતમાં કુલ કેસ ૮૨,૨૯,૩૧૩ થયા છે અને મૃત્યુઆંક ૧,૨૨,૬૦૭નો થયો છે.

 દેશમાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે તેમાં આંશિક રાહતની વાત એ છે કે તેનો આંક ૫૦ હજારથી નીચે રહે છે, ઉપરાંત મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ૫૦૦થી ઓછી નોંધાય છે. પરંતુ ભારતમાં કુલ સંક્રમિતોનો આંક ૮૨ લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ (કોવિડ-૧૯)ના કારણે ૪૯૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૨,૨૯,૩૧૩ થઈ ગઈ છે.

 બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૫ લાખ ૪૪ હજાર ૭૯૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૫,૬૧,૯૦૮ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૨,૬૦૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૧,૦૭,૪૩,૧૦૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૮,૫૫,૮૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ભારતમાં કોરોના ઉડતી નજરેઃ ૨૪ કલાકમાં

નવા કેસઃ ૪૫,૨૩૦

નવા મૃત્યુ : ૪૯૬

સાજા થયાઃ  ૫૩,૨૮૫

પોઝિટિવિટી રેઈટઃ ૫.૨૮ %

કુલ કોરોના કેસઃ ૮૨,૨૯,૩૧૩

એકિટવ કેસઃ ૫,૬૧,૯૦૮

કુલ સાજા થયાઃ ૭૫,૪૪,૭૯૮

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૨૨,૬૦૭

૨૪ કલાકમાં ટેસ્ટઃ ૮,૫૫,૮૦૦

કુલ કોરોના ટેસ્ટઃ ૧૧,૦૭,૪૩,૧૦૩

  વિશ્વમાં વધુ કેસો નોંધાવાની રેસમાં હવે ઈંગ્લેન્ડનો સમાવેશ, ૪થા ક્રમેઃ ૨૪ કલાકમાં ૨૩ હજાર નવા કોરોના કેસઃ ફ્રાન્સ બીજા નંબરે ૪૬ હજાર કેસ

છેલ્લા ૨૪ કલાકમાં

અમેરીકાઃ  ૭૧,૩૨૧ કેસ

ફ્રાન્સ :       ૪૬,૨૯૦ કેસ

ભારત :      ૪૫,૨૩૦ કેસ

ઇંગ્લેન્ડ :    ૨૩,૨૫૪ કેસ

બ્રાઝીલ  :  ૧૭,૧૭૧ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ ૯૪,૭૩,૯૧૧

ભારત   :   ૮૨,૨૯,૩૧૩

બ્રાઝીલ   :  ૫૫,૪૫,૭૦૫

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

. કેરળઃ ૭,૦૨૫

. દિલ્હીઃ ૫,૬૬૪

. મહારાષ્ટ્રઃ ૫,૩૬૯

. પશ્ચિમ બંગાળઃ ૩.૯૮૭

. કર્ણાટકઃ ૩,૬૫૨

. આંધ્રપ્રદેશઃ ૨,૬૧૮

. તમિલનાડુઃ ૨,૫૦૪

. બેંગ્લોરઃ ૨,૧૬૭

. ઉત્ત્।રપ્રદેશઃ ૧,૯૮૯

. રાજસ્થાનઃ ૧,૭૫૪

. ઓડિશાઃ ૧,૭૦૯

. હરિયાણાઃ ૧,૬૭૦

. છત્ત્।ીસગઢઃ ૧,૫૪૩

. તેલંગાણાઃ ૧,૪૧૬

. મુંબઇઃ ૯૦૮

. ગુજરાતઃ ૮૬૦

. બિહારઃ ૭૭૭

. પુણેઃ ૭૫૭

. મધ્યપ્રદેશઃ ૭૨૩

. ચેન્નાઈઃ ૬૮૬

. જમ્મુ-કાશ્મીરઃ ૫૪૦

. જયપુરઃ ૩૪૫

. ઝારખંડઃ ૩૨૬

. પંજાબઃ ૩૨૫

. મણિપુરઃ ૨૪૮

. ઉત્ત્।રાખંડઃ ૨૨૨

. હિમાચલ પ્રદેશઃ ૨૦૫

. આસામઃ ૧૬૬

. મેઘાલયઃ ૧૫૫

. ગોવાઃ ૧૪૨

. પુડ્ડુચેરીઃ ૯૬

. ચંડીગઢઃ ૬૧

(2:46 pm IST)