મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

પતિએ ટાલ છૂપાવતાં નવોઢા પત્નીએ પોલીસ કેસ ઠોકયો

બાલા હિન્દી ફિલ્મ જેવો કિસ્સો : સીએ યુવતીને લગ્ન પછી જાણ થઇ કે પતિ તો વીગ પહેરે છે

મુંબઇ,તા. ૨: હિન્દી ફિલ્મ બાલામાં હિરો સુંદર હિરોઇનને પામવા માટે પોતાને ટાલ હોવાની વાત છુપાવે છે. પરતુ, મેરેજ પછી તરત જ નવોઢાને આ વાતનીજાણ થઇ જતાં તે તેને છોડીને જતી રહે છે. આ ફિલ્મી કહાણી મુંબઇમાં સાકાર થઇ છે. અહીં પણ એક યુવકે પોતાને માથે વાળ નહીં હોવાની વાત છૂપાવી હતી. પરંતુ, લગ્ન બાદ તેની પત્નીને જાણ થઇ જતાં તેણે પતિ સામે વિશ્વાસભંગની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મુંબઇની ૨૭ વર્ષની ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ યુવતીનાં લગ્ન હજુ ગયાં મહિને સપ્ટેમ્બર માસમાં જ થયાં હતાં. તેનો પતિ મીર રોડ પર રહે છે. બંનેનાં એરેન્જડ મેરેજ હતાં. તેના પતિની વય ર૯ વર્ષની છે અને તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

લગ્નની વાત ચાલી ત્યારે યુવકે યુવતીને કે તેના પરિવારજનોને એ વાતનો અણસાર જ આવવા દીધો ન હતો કે પોતાને માથે ટાલ છે અને વાસ્તવમાં તેનામાથા પરના વાળ ઓરિજનલ નહીં પણ વિગ છે. લગ્ન પછી તરત જ નવોઢા પત્ની પતિના માથે ટાલ જોઇને ભારે આઘાતમાં સરી ગઇ હતી. તેણે પતિ તથા સાસરિયાઓને આ વાતની જાણ કરી તો તેમણે એવો જવાબ આપી દીધો હતો કે આ તો બહુ નાની વાત છે. આને કોઇ ઇશ્યુ બનાવવાની જરૂર નથી.

જોકે, યુવતી ટાલ ધરાવતા પતિને સ્વીકારવા તૈયાર ન હતી. તેણે તરત જ પતિનું ઘર છોડી દીધું હતું અને તેની સામે નયા નગર પોલીસ મથકેફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણાવ્યું છે કે તેની સાથે છેતરપિંડી થઇ છે. જો તેને લગ્ન અગાઉ વાત ચાલી ત્યારે જઆ યુવકને માથે વાળ નહીં હોવાનું જણાવી દેવાયું હોત તો તે લગ્ન માટે સંમતિ જ ના આપી હોત. પોતાને પતિના દેખાવ અંગે અંધારામાં રાખવામાં આવી છે. પોલીસે યુવતીના પતિ તથા સાસરિયાં સામે આઇપીસીની કલમ ૪૦૬ (વિશ્વાસઘાત) તથા ૫૦૦(બદનશી)ની કલમો દાખલ કરી છે.

પતિને પોલીસને શરણ થવા કોર્ટનો આદેશ :

લગ્ન પહેલા પોતાન ટાલ હોવાનું છૂપવવાનું યુવકને ભાર પડ્યું છે, લગ્નના એક જ મહિનામાં તેની સામે પત્નીએ કેસ દાખલ કર્યો છે, તેણ પોતાની ધરપકડથી બચવા માટે થાણેની સ્થાનિક અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, અદાલતે અરજી ફગાવી તેને પોલીસ સમક્ષ હાજર યઇ જવા જણાવ્યું હતું, જોકે, અન્ય સસરિયાને આગોતરા જમીન મળી ગયા હતા.

ફરિયાદમાં દહેજ, જાતીય સતામણીનો પણ ઉલ્લેખ

યુવતીએ પોલીસ ફરિયાદમાં પોતાની પાસે દહેજ માગવામાં આવતું હોવાના , પતિ શંકા રાખીને મોબાઇલ ચેક કરતો હાવાનો તથા અકુદરતી સેકસ માટ ફરજ પડાતી હોવાના પણ ઉલ્લેખ કર્યો છે.

(10:10 am IST)