મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

રાજસ્થાનમાં ગુર્જરોનો રેલ્વે ટ્રેક પર કબજો:પાટા ઉથલાવી નાખવા પ્રયાસ : મુંબઇ-દિલ્હી ટ્રેક પર ટ્રેનો બંધ: સાત ટ્રેનોને ડાયવર્ટ કરાઈ

જયપુરથી મુંબઇ જતી અવધ એક્સપ્રેસ ભરતપુરમાં રોકી : ગુર્જર સમાજના લોકો મોટી સંખ્યામાં ભરતપુરના પીલુપુરામાં એકત્ર

જયપુર : રાજસ્થાનમાં અનામતની માંગ માટે ગુર્જર આંદોલન ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે. આંદોલનકારી ગુર્જારોએ હિંદૌન સિટી-બયાના રેલ્વે ટ્રેક પર કબજો માંજાવી લીધો છે. રેલ્વે ટ્રાફિક અવરોધિત હોવાથી સાત ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી. વધુમાં ભરતપુરમાં હિંદૌન સિટી-બયાના રેલ્વે રૂટ ઉપર ગુર્જરો દ્વારા સાંજે રેલ્વે ટ્રેક ઉથલાવી દેવામાં આવ્યા છે. આંદોલનકારીઓ રેલ્વે ટ્રેક ઉપર આવતા રેલ્વે પ્રશાસનના અધિકારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં અનામતની માંગને લઇને ગુર્જર આંદોલન ફરી એકવાર ઉગ્ર બન્યું છે. રવિવાર બપોર સુધી શાંતિ હતી. પરંતુ સાંજ સુધીમાં ગુર્જર સમાજના લોકો મોટી સંખ્યામાં ભરતપુરના પીલુપુરામાં એકત્ર થવા લાગ્યા. આમાંના ઘણા આંદોલનકારીઓએ હિંદૌન સિટી- બયાના રેલ્વે ટ્રેકનો કબજો લીધો હતો. પાટા ઉથલાવી નાખવા લાગ્યા. આને કારણે મુંબઈ અને દિલ્હીની ટ્રેનોનું આવન જાવન બંધ કરવું પડ્યું હતું. તે જ સમયે, જયપુરથી મુંબઇ જતી અવધ એક્સપ્રેસ ભરતપુરમાં રોકી હતી. તેમજ હિંદૌન સિટી બયાના પાસેથી પસાર થતી સાત ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

દિલ્હી-મુંબઇ રેલ્વે ટ્રેકની સુરક્ષા માટે આરપીએફના 150 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. આ માટે બયાનામાં ત્રણ આરએએસ અધિકારીઓને ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓની રજાઓ પહેલાથી જ રદ કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.

ગુર્જર આંદોલનને કારણે હિંદૌન સિટી- બયાના રેલ્વે લાઇન પર રેલ્વે ટ્રાફિક અવરોધિત થવાને કારણે ટ્રેનો અન્ય ટ્રેક પર ડાયવર્ત કરવામાં આવી છે.

(12:00 am IST)