મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

કેનેડામાં ગુજરાતીઓ દ્વારા શેરી ગરબાની રમઝટ : :2000થી વધુ ખેલૈયાઓ શેરી ગરબામાં રાસે રમ્યા

ઈટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ શેરી ગરબાનું આયોજન: કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફતમાં દરેકને પ્રવેશ: દૂર દૂરથી 50 કિલોમીટર આસપાસના વિસ્તારમાંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે

કેનેડામાં ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ થાય છે. જ્યાં ગુજરાતીઓ, અન્ય સમાજના તેમજ કેનેડા GTA ના લોકોના સાથ સહકારથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂરથી 50 કિલોમીટર આસપાસના વિસ્તારમાંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે.કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફતમાં દરેકને પ્રવેશ આપવામાં આવે છે.

કેનેડામાં વસતા ગુજરાતીઓએ કેનેડામાં રહીને શેરી ગરબાની રમઝટ માણી હતી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોકમાં નવરાત્રિમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. કેનેડાના ઈટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ શેરી ગરબાનું આયોજન કરાય છે. જેમાં ગુજરાતીઓ, અન્ય સમાજના લોકો તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકોના સાથ સહકારથી આ ગરબાનુ આયોજન કરાય છે. ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં રમાતા જોવા મળ્યા હતા.

(12:06 am IST)