મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd October 2019

કયારેય વિચાર્યુ ન હતુ અહીં પૂર આવશેઃ વિડીયોમાં રડતા જોવા મળ્યા પટનાના મહિલા

બિહારની રાજધાની પટનાના કંકડબાગ વિસ્તારમાં પુરથી બચાવ્યા પછી એક મહિલાનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે રડતા-રડતા કહી રહ્યા છે કે કયારેય વિચાર્યુ હતુ હતુ કે અહીં પુર આવશે.

એમણે કહ્યું કે વિસ્તારમાં વિજળીની આપૂર્તિ ઠપ્પ છે અને     ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની પટનામાં ઘણા વિસ્તારો જળબંબાકાર છે. અત્યાર સુધીમાં ૪૦ ના મોત થયા છે.

(10:41 pm IST)