મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd October 2018

રાજસ્‍થાનના મેવાતમાં આવેલ સુરજીવન રીસોર્ટમાં દેશી ઢબ સાથે પ્રવાસ માણી શકાય અને ભાગદોડવાળી જીંદગીમાંથી આરામ કરી શકાય

જયપુરઃ દરરોજની ભાગદોડ અને ઓફિસની રૂટિન લાઇફથી કંટાળી ગયા હો તો અને રાજનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો નજીકમાં એવા કેટલાક રીસોર્ટ છે. જ્યાં દિવસભરનો સમય પસાર કરી શકાય સાથે અનેક નાની-મોટી એક્ટિવિટી તો ખરી . માત્ર ફેમિલી નહીં મિત્રો સાથે પણ આંટો મારી શકાય છે રીસોર્ટમાં.

રાજસ્થાનના મેવાત જિલ્લામાં આવેલું છે સુરજીવન રીસોર્ટ. અમદાવાદથી સુરજીવન પહોંચતા આઠ કલાક થાય છે. પરિવાર કે મિત્રો સાથે પિકનિક એન્જોય કરવા માટે જગ્યા સૌથી બેસ્ટ છે. રીસોર્ટનું સેટઅપ એકદમ ગામઠી સ્ટાઇલમાં છે. માટીની દિવાલ, નળિયાની છત, લાકડા પર આર્ટવર્ક છતાં તમામ મોર્ડન સુવિધાથી સજ્જ રીસોર્ટ રિલેક્સ થવા માટેનું પર્ફેક્ટ પ્લેસ છે. રીસોર્ટની નજીકમાં ટ્રેક્ટર સફારી, ગન શુટિંગ અને ઝીપ લાઇનિંગની મજા માણી શકશો. સમગ્ર રીસોર્ટનું પેકેજ 5 હજારથી શરૂ થાય છે.

રાજસ્થાનની હવેલીઓની સ્ટાઈલમાં ડીઝાઇન કરવામાં આવેલું રીસોર્ટ જયપુર હાઇવે પર માનેસર પાસે સ્થિત છે. ખાસ કરીને વીકએન્ડને યાદગાર બનાવવા માટે સાઇટ સૌથી બેસ્ટ છે. રીસોર્ટમાં ઈન્ડિયન અને વેસ્ટર્ન એમ બંને સ્ટાઇલ અનેક સ્થળે જોવા મળશે. ઉપરાંત રીસોર્ટમાં સ્પા સેન્ટર પણ છે જ્યાં જઇને મહિનાઓનો થાક ઊતારી શકાય છે. રીસોર્ટનું સમગ્ર પેકેજ 5 હજારથી શરૂ થાય છે.

અરાવલીની પહાડીઓ વચ્ચે બોટેનિક્સ નેચર રીસોર્ટ આવેલું છે. જોકે, રીસોર્ટ અન્ય કોઇ રીસોર્ટ કરતા થોડું મોંધુ છે. રીસોર્ટ પોતાની નેચરલ બ્યુટીને લઇને ચર્ચામાં છે. જ્યાં અનેક પ્રકારની એક્ટિવિટી કરીને દિવસોને યાદગાર બનાવી શકાય છે. ગામઠી સ્ટાઇલના લુક સાથે અહીં નાની-મોટી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકાય છે. ફેમિલી સાથે કે ગ્રૂપના મિત્રો સાથે એન્જોય કરવા જગ્યા સૌથી બેસ્ટ છે.

દિલ્હી પાસે ફરિદાબાદ નજીક કેમ્પ ઘૌજ, મગર ગામ પાસે રીસોર્ટ આવેલું છે. દિલ્હી અને ગુડહગાંવથી નજીક હોવાને કારણે જગ્યા દિલ્હીવાલસીઓના વીકએન્ડ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. અરાવલીની પહાડી વચ્ચે આવેલા રીસોર્ટમાં પ્રાકૃતિક વાતાવરણની સાથોસાથ નાની-મોટી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકાય છે. સમગ્ર રીસોર્ટનું પેકેજ 6 હજારથી શરૂ થાય છે.

(12:00 am IST)