મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

અમેરિકામાં પાકિસ્તાનની વિરૃદ્ધમાં પ્રદર્શનો : પશ્તૂન નાગરિકોએ પાકિસ્તાનનો વિરોધ કર્યો

શ્તૂન તહફૂઝ મૂવમેન્ટના અલી વઝીરને પાકિસ્તાનમાં નજરકેદ કરાયા

નવી દિલ્હી :  અમેરિકામાં પાકિસ્તાનની વિરૃદ્ધમાં પ્રદર્શનો થયા હતા. અફઘાનિસ્તાનના અમેરિકા રહેતા પશ્તૂન નાગરિકોએ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો અને પાકિસ્તાન તાલિબાનને સમર્થન આપીને અફઘાનિસ્તાનને વેરવિખેર કરવા ઈચ્છે છે એવો આરોપ લગાવ્યો હતો. પશ્તૂન તહફૂઝ મૂવમેન્ટના અલી વઝીરને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યા છે તે બાબતે ન્યૂયોર્કમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. અલી વઝીર પાકિસ્તાનમાં માનવ અધિકારોના રક્ષણ માટે કાર્યરત સમાજસેવક છે.

(11:20 pm IST)