મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

કોવિદ -19 કહેર વચ્ચે કેરાલા યુનિવર્સીટીએ નર્સિંગ સ્ટુડન્ટ્સની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કર્યું : વિદ્યાર્થીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : અનેક સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ છે : અડધા ઉપરાંત સ્ટુડન્ટ્સે વેક્સીન લીધી નથી : ઓફલાઈન પરીક્ષા રદ કરાવવા માંગણી

કેરાલા :  કેરાલા યુનિવર્સીટીએ નર્સિંગ સ્ટુડન્ટ્સની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરતા વિદ્યાર્થીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તથા પિટિશન દાખલ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અનેક સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ છે .
ઉપરાંત અડધા ઉપરાંત સ્ટુડન્ટ્સે વેક્સીન લીધી નથી . આ સંજોગોમાં પ્રથમ તથા બીજા વર્ષના નર્સિંગ કોર્સની ઓફલાઈન પરીક્ષા લેવાનું આયોજન રદ કરવું જોઈએ.

રાજ્યમાં જોવા મળી રહેલા કોવિદ -19 કેસના વધારા વચ્ચે તેમજ યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની સૂચનાના ઉલ્લંઘન સાથે કરાયેલું આયોજન રદ થવાને પાત્ર છે.તેમ પિટિશનમાં જણાવાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:03 pm IST)