News of Monday, 2nd August 2021
બ્રાઝિલમાં 64 વર્ષમાં પહેલી વખત ગરમીમાં બરફનું આવ્યું :તોફાન 43થી વધુ શહેર બરફથી ઢંકાઇ ગયા
શહેરોમાં 3 ઇંચ સુધી બરફના થર જામી ગયા. તાપમાન પણ માઇનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું.
નવી દિલ્હી : એકતરફ દુનિયાના કેટલાંય દેશ ભારે વરસાદ, પૂર અને ગરમીથી ઝઝૂમી રહ્યા છે ત્યારે બીજીતર બ્રાઝીલમાં આ સપ્તાહે 64 વર્ષમાં પહેલી વખત ગરમીમાં બરફનું તોફાન આવ્યું છે. આથી બ્રાઝિલના 43થી વધુ શહેર બરફથી ઢંકાઇ ગયા છે. શહેરોમાં 3 ઇંચ સુધી બરફના થર જામી ગયા. તાપમાન પણ માઇનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું. આથી બ્રાઝિલમાં ગરમીની સીઝનમાં ઠંડી વધી ગઇ છે .
(12:28 pm IST)