મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

જમ્મુ કાશ્મીરમાં ડ્રોન બાદ હવે બડગામ જિલ્લામાં મંળ્યું શંકાસ્પદ ટિફીન: પોલીસ અને સેના એલર્ટ

ગઈકાલે રાતે આર્મી કેમ્પ પાસે ડ્રોન દેખાયા હતા: આ અગાઉ શંકાસ્પદ બેગ પણ મળી હતી

જમ્મૂ-કશ્મીરના બડગામં જિલ્લામાં આવેલ માગમ વિસ્તારમાંથી આજે શંકાસ્પદ ટીફીન મળી આવ્યું જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ. ટીફીન મામલે જાણ થતાજ પોલીસે બોમ્બ સ્કોવડને જાણ હતી. અગાઉ પણ જમ્મૂ- રાજૌરી-પુંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેથી પોલીસે અને સેના હવે એલર્ટ મોડમાં આવી ગયા છે

થોડાક દિવસો પહેલા સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી હતી કે કાશ્મીરમાં 5 ઓગસ્ટ અથવા તો 15 ઓગસ્ટના રોજ મંદિરમાં હુમલો થવાની શક્યતા છે. જેના કારણે કાશ્મીર હાલમાં હાઈ એલર્ટ પર છે.

 

ગતરોજ રાતે પણ એક ડ્રોન આર્મી કેમ્પની પાસે દેખવા મળ્યું હતું. પોલીસે તે ડ્રોન જોયું હતું પરંતુ તેના પર ગોળી ન ચલાવી. કારણકે તે ડ્રોન સીમાની બહાર ઉડી રહ્યા હતા. પરંતુ તે ડ્રોન દેખાયા બાદ પોલીસ અને સેના દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(12:12 pm IST)