મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

દેશમાં સતત છઠ્ઠા દિવસે નોંધાયા ૪૦,૦૦૦થી વધારે કેસ

આજે ૪૦,૧૩૪ નવા કેસ નોંધાયાઃ ૩૬,૯૪૬ લોકોએ કોરોનાને મ્હાત આપીઃ જયારે ૪૪૨ લોકોના મોત થયા હતા

નવી દિલ્હી, તા.૨: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના ૪૦ હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે ૪૦,૧૩૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૬,૯૪૬ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે ૪૪૨ લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ ૩,૧૬,૯૫,૯૫૮, એકિટવ કેસઃ ૪,૧૩,૭૧૮, કુલ રિકવરીઃ ૩,૦૮,૫૭,૪૬૭૧, કુલ મોતઃ ૪,૨૪,૭૭૩

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ કરોડ ૨૨ લાખ ૨૩ હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે ૧૭ લાખ ૬ હજાર,૫૯૮ લોકોનું રસીકરણ કરાયું હતું.  દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેકિસન સત્રમાં ૨.૨૭ લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં ૭૮ હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૬ કરોડ ૯૬ લાખ ૪૫ હજાર ૪૯૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૨૮,૯૮૪ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરાયા હતા.

(11:49 am IST)