મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્‍મદિવસ

સંઘના સૈનિકથી સશકત મુખ્‍યમંત્રી સુધીની સફરઃ ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ... શુભેચ્‍છાવર્ષા

‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' નરેન્‍દ્રભાઈના આ મંત્રને વિજયભાઈએ ગુજરાતની ધરતી પર આગળ ધપાવ્‍યોઃ રૂપાણી સરકારે દેશમાં તમામ રાજયોને પાછળ પાડી ગુજરાતમાં સૌથી વધુ રસીકરણ કર્યાનો વિક્રમ સર્જયો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા-વાપી): ગુજરાતના સશક્‍ત મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે એટલે કે ૨ જી ઓગષ્ટના રોજ જન્‍મદિવસ છે તેમના આ જન્‍મદિને ચોમરેથી તેમના ઉપર શુભેછા વર્ષા થઇ રહી છે

શ્રી વિજયભાઈના આજના જન્‍મદિને સંઘના સૈનિકથી સશક્‍ત મુખ્‍યમંત્રી સુધીની સફરની એક ઝલક જોઈએ તો બર્માના રંગૂન શહેરમાં ૨જી ઓગષ્ટ ૧૯૫૬ના રોજ વિજયભાઈનો જન્‍મ પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન જન્‍મભૂમિ તો બર્મા રહી પરંતુ કર્મભૂમિ ગુજરાત જાણે સાદ પડતી હોઈ તેમ બર્મામાં રાજકીય અસ્‍થિરતા સર્જાતા રમણીકલાલ ૧૯૬૦ના વર્ષમાં બર્માને કાયમી અલવિદા કરી ગુજરાતમાં રાજકોટ આવી અહીં સ્‍થાયી થયા.

   રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ  બાદ વિજય ભાઈ એ અભ્‍યાસ આગળ ધપાવ્‍યો સૌરાષ્‍ટ્ર વિશ્વવિદ્યાલયમાં થી બીએ.એલએલબીની પદવી પણ મેળવી

પ્રારંભથી જ નેતળત્‍વ ગુણ ધરાવતા વિજયભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા આ સાથે સાથે ૧૯૭૧માં તેઓ જન  સંઘ માં જોડાયા માત્ર ૨૦ વર્ષની વયે એટલે કે ૧૯૭૬માં  તેઓએ કટોકટી દરમ્‍યાન લોકઆંદોલનમાં જોડાયા એટલું જ નહિ આશરે ૧૧ માસ જેટલો જેલવાસ પણ ભોગવ્‍યો.

    ૧૯૭૮ થી ૧૯૮૧ દરમ્‍યાન વિજય ભાઈ સંઘના પ્રચારક પદે રહ્યા અને આ દરમ્‍યન જ તેઓ ભાજપમાં જોડાયા સ્‍થાનિક સમસ્‍યાઓને વાચા આપવા લાગ્‍યા અને લોકપ્રિય બનતા ગયા અને ૧૯૮૭ના વર્ષમાં તેઓ કોર્પોરેટર બન્‍યા આ સમય દરમ્‍યાન જ તેમણે  રાજકોટ શહેર ભાજપના મહામંત્રી ની જવાબદારી પણ સંભાળી વિજય ભાઈ ની રાજકીય કારકિર્દી સતત આગળ ધપતી ગઈ. કોર્પોરેટર બાદ ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્‍યા, ૧૯૯૬માં રાજકોટના મેયર તરીકે જવાબદારી સંભાળી અને પ્રજાજનોમાં લોકપ્રિય તો બનતા ગયા સાથે સાથે ભાજપ માં પણ જવાબદાર નેતા તરીકે ઉભરી આવ્‍યા મોવડી મંડળે ૧૯૯૮માં તેમને પ્રદેશ મહામંત્રીની મહત્‍વની જવાબદારી સોંપી વિજયભાઈ એક પછી એક તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડી આગળ ધપવા લાગ્‍યા.

૧૯૯૮માં મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ ની સરકારમાં વિજયભાઈને સંકલ્‍પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેનની જવાબદારી સોંપાય આ દરમ્‍યાન જ ગુજરાત ભાજપ માં અણધાર્યો વળાંક આવ્‍યો કેશુભાઈની જગ્‍યાએ નરેન્‍દ્રભાઈએ શાસનની ધુરા સંભાળી ..વિશ્વાસુ અને જવાબદાર એવા વિજય ભાઈને નરેન્‍દ્રભાઈએ ૨૦૦૬ના વર્ષમાં સૌપ્રથમ પ્રવાસનના ચેરમેનની જવાબદારી સોંપી એટલું જ નહિ રાજ્‍યસભાના સભ્‍ય તરીકે તેમની પસંદગી થતા ૨૦૦૬ થી વર્ષ ૨૦૧૨ દરમ્‍યાન તેઓએ સાંસદ તરીકે પણ ભૂમિકા ભજવી.

એ વેળાએ મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈએ ૨૦૧૩ ના વર્ષ માં વિજયભાઈ ને મ્‍યુન્‍સિપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન બનાવ્‍યા સમય આગળ સરકતો ગયો અને વિજયભાઈ રાજકીય કારકિર્દી કૂદકેને ભૂસકે વધવા લાગી  વિજયભાઈએ રાજકોટ વિધાનસભા મતક્ષેત્રની બેઠક પરથી ઝંપલાવી ૧૯ ઓકટોબર ૨૦૧૪ના રોજ ધારાસભ્‍ય બન્‍યા નરેન્‍દ્રભાઈ તથા અમિતભાઇ શાહની ગુડબુકમાં મોખરેનું સ્‍થાન ધરાવતા વિજયભાઈને  ધારાસભ્‍ય બન્‍યા બાદ  પાણી,પુરવઠા,પરિવહન તેમજ શ્રમ અને રોજગાર વિભાગ ના ખાતા ની જવાબદારી સોંપાઈ.

વિજયભાઈ આ જવાબદારી પાર પાડવામાં પણ સફળ થતા ગયા મોવડી મંડળે ફેબ્રુઆરી ૨૦૧૬ માં વિજયભાઈને ગુજરાત ભાજપ પ્રમુખ પદની મહત્‍વની જવાબદારી સોંપી ૧૯૮૦ માં ભાજપ માં એન્‍ટ્રી અને ૨૦૧૬માં ભાજપ પ્રમુખ ૩૬ વર્ષ નો પ્રજા અને પક્ષ સાથે ના અનુભવના  નિચોડને વિજયભાઈએ કામે લગાડ્‍યો.

આ દરમ્‍યાન ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં આવ્‍યો વળાંક મુખ્‍યમંત્રી આનંદીબેનને બદલવાનો નિર્ણય થતા જ હવે મુખ્‍યમંત્રી તરીકે કોણ ત્‍યારે અનેક નામોની ચર્ચા વચ્‍ચે સર્વાનુમતે વિજયભાઈના નામને મળી મંજૂરી એટલુંજ નહિ ૭મી ઓગષ્ટ ૨૦૧૬ના રોજ વિજયભાઈ ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા. આ વેળાએ જ અનામત આંદોલન, દલિત આંદોલન જેવી સમસ્‍યાઓમોં ફાડીને ઉભી હતી પરંતુ વિજયભાઈએ આ તમામ પરિસ્‍તિથને સંભાળી કુનેહથી કામ લઇ આગળ ધપતા ગયા એટલી વાર માં તો ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આવી ગઈ અને આ ચૂંટણીમાં જીત અપાવવી વિજયભાઈ સામે પડકાર હતો ગુજરાત એટલે નરેન્‍દ્રભાઈનું ગુજરાત અને અહીંના પરિણામની અસર દેશભરમાં થઇ બીજી બાજુ વિપક્ષો એક થઇ ભાજપને હરાવવા મેદાનમાં પડ્‍યા જોતજોતામાં ડિસેમ્‍બર ૧૭ આવી ગઈ મતગણના  પણ થઇ ગઈ અને ફરી એકવાર વિજયભાઈ વિજયી બનવામાં સફળ રહ્યા ભાજપને ભવ્‍ય જીત અપાવી પોતે પણ જીત્‍યા ૨૨ ડિસેમ્‍બર ૨૦૧૭ ના રોજ વિજયભાઈએ ૨જી વખત રાજ્‍યના મુખ્‍યમંત્રી તરીકે શપથ લઇ ધુરને આગળ ધપાવી હાલમાં જ રૂપાણી સરકાર શાસનના પાંચ વર્ષ પુરા કરવા જઈ રહી છે.

શ્રી વિજયભાઈ આજે એટલે કે ૨જી ઓગષ્ટ ૨૦૨૧ના રોજ યશસ્‍વી કારકિર્દીના ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ તેમને અકિલા' પરિવાર તરફ થી હાર્દિક શુભેચ્‍છા.

(11:28 am IST)