મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ DAWN પર ભારતનો ઝંડો ફરક્યો : ચેનલ થઈ હેક: હેકરે લગાવ્યો ભારતનો ઝંડો

પ્રસારણ દરમિયાન એક જાહેરાત ચાલી રહી, તે સમયે હેકિંગ થયું

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ DAWNને કથિત રીતે હેક કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવ્યું કે, પ્રસારણ દરમિયાન એક જાહેરાત ચાલી રહી, તે સમયે હેકિંગ થયું છે. આ ઘણા ટ્વીટર યૂઝરો દ્વારા જોવામાં આવ્યું હતું.

જાહેરાત દરમિયાન હેકરે ભારતનો ઝંડો લગાવ્યો, જેમાં સંદેશ લખ્યો હતો Happy Independence Day. આ ચેનલ પર લગભગ બપોરે 3.30 કલાકે દેખાડવામાં આવ્યું હતું. પરંતુ તે પુષ્ટિ થઈ નથી કે સંદેશ કેટલા સમય સુધી દેખાડવામાં આવ્યો હતો.

News Jockey ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું કે, પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલ DAWNને હેકરોએ હેક કરી લીધી છે.

આ વચ્ચે DAWN ન્યૂઝે ઉર્દુમાં એક ટ્વીટ કરીને કહ્યું કે, "DAWN એડમિનિસ્ટ્રેશને આવ મામલાની તત્કાલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે."

(11:49 pm IST)