મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર

યાત્રા પહેલા,બોર્ડિંગ પછી,યાત્રા દરમિયાન અને યાત્રા પુરી થયા બાદ કેવી રાખશે તકેદારી : વાંચો ફટાફટ

નવી દિલ્હી : કોરોના વાઈરસ સંક્રમણને રોકવાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન્સ 8 ઓગસ્ટથી સવારે 12 વાગ્યાથી લાગૂ થશે.

યાત્રા પહેલા

1. તમામ યાત્રીઓને ઓનલાઈન પોર્ટલ પર યાત્રાના 72 કલાક પહેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

2. મુસાફરોને પોર્ટલ પર એ અંડરટેકિંગ પણ આપવી પડશે કે તે મુસાફરી પછી 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે.

3. તેમાંથી 7 દિવસ તેમને સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જેનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે. આગામી 7 દિવસ તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

4. કંઈક વિષમ પરિસ્થિતીઓમાં જ લોકોને 14 દિવસના હોમ ક્વોરન્ટાઈનની પરવાનગી હશે.

5. સંસ્થાગત ક્વોરન્ટાઈનથી બચવા માટે મુસાફરોને નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ પણ મુસાફરોને પોર્ટલ પર અપલોડ કરવો પડશે.

બોર્ડિગ પછી

1. મુસાફરોને ટિકિટની સાથે જ એજન્સી દ્વારા શું કરવું અને શું ના કરવાનું લિસ્ટ આપવામાં આવશે.

2. તમામ મુસાફરોને તેમના મોબાઈલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવશે.

3. બોર્ડિગ માટે તેમને જ પરવાનગી આપવામાં આવશે. જેમાં થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન કોરોનાના કોઈ લક્ષણ નહીં હોય.

4. એરપોર્ટ દ્વારા સેનિટાઈઝેશન અને ડિસઈન્ફેક્શન અનિવાર્ય છે.

5. બોર્ડિગ દરમિયાન મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે.

યાત્રા દરમિયાન

1. જે મુસાફરોએ પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભર્યુ નથી, તેમને આ ફોર્મ ભરવું પડશે. આવા મુસાફરોને ફોર્મની કોપી હેલ્થ એન્ડ ઈમીગ્રેશન અધિકારીઓને આપવી પડશે.

2. મુસાફરોને યાત્રા દરમિયાન કોરોનાથી બચાવ સંબંધ જે પણ સલાહ આપવામાં આવશે, તેમને તેનું પાલન કરવું પડશે, સાથે જ માસ્ક પહેરવું પડશે.

 

યાત્રા પુરી થયા બાદ

1. મુસાફરી થયા બાદ પણ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે.

2. મુસાફરી થયા પછી પણ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને આ દરમિયાન પણ તેમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ બતાવવું પડશે.

3. જે મુસાફરીમાં સ્ક્રીનિંગ દરમિયાન કોઈ લક્ષણ જોવા મળ્યા તો તેને તરત જ આઈસોલેટ કરી હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

4. જે મુસાફરોને સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં ન જવાની પરવાનગી છે, તેમને છોડીને બાકી તમામ મુસાફરોને 7 દિવસ માટે સંસ્થાગત ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

(10:09 pm IST)