મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

ચિનાબ નદી પર નિર્માણાધીન બ્રિજ ૨૦૨૨ સુધી પૂર્ણ થશે

બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનશે : ૧૧૧ કિમીના કતરા-બનિહાલ સેક્શનનું કામ ચાલે છે

નવી દિલ્હી, તા. ૨ : જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે. રવિવારે અધિકારીઓએ આ માહિતી આપી. આ બ્રિજ ચિનાબ નદી પર બની રહ્યો છે અને તે કાશ્મીર વેલીને ભારતના અન્ય ભાગો સાથે જોડશે. લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા અર્ધચંદ્ર આકારનો આ બ્રિજ બનાવવામાં ૨૪,૦૦૦ ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજનું કામ પુરું થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના સુઈબાઈ રેલવ બ્રિજ (૨૭૫ મીટર)નો રેકોર્ડ તોડશે. ૧.૩૧ કિમી લાંબા આ બ્રિજનું હાલમાં છેલ્લા ૧૧૧ કિમીના કતરા-બનિહાલ સેક્શનનું કામ ચાલી રહ્યું છે. લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા અર્ધચંદ્ર આકારનો આ બ્રિજ બનાવવામાં ૨૪૦૦૦ ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજનું કામ પુરું થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના સુઈબાઈ રેલવ બ્રિજ (૨૭૫ મીટર)નો રેકોર્ડ તોડશે. આ ૩૫૯ મીટર ઊંચા આ બ્રિજ પર ૪૬૭ મીટરની સેન્ટ્રલ સ્પાન હશે. આ બ્રિજ કુતુબ મિનાર (૭૨ મીટર) અને એફિલ ટાવર (૩૨૪ મીટર)થી પણ ઊંચો છે. સરકારના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, 'આ દુનિયાનો સૌથી ઊંચો રેલવ બ્રિજ છે, જે ૨૬૬ કિમી/કલાકની ઝડપે પવન ફુંકાય તો તેનો પણ સામનો કરી શકે છે.' કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ આ બ્રિજનું બાંધકામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. યોજના મુજબ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કાશ્મીર ટ્રેનથી કનેક્ટ થઈ જશે. ઉધમપુર-કતરા (૨૫ કિમી) સેક્શન, બનિહાલ-કાઝીગંડ (૧૮ કિમી) સેક્શન અને કાઝીગંડ-બારામુલા (૧૧૮ કિમી) સેક્શનનું કામ પુરું થઈ ગયું છે. છેલ્લા બાકી રહેલા ૧૧૧ કિમીના કતરા-બનિહાલ સેક્શનનું કામ હાલ ચાલી રહ્યું છે. તે ડિસેમ્બર ૨૦૧૧૧ સુધીમાં પુરું કરવાનો ટાર્ગેટ છે. આ સેક્શનની ૧૭૪ કિમી લાંબી ટનલમાંથી ૧૨૬ કિમીનું કામ પુરું થઈ ચૂક્યું છે. ૭ નવેમ્બર, ૨૦૧૫એ જાહેર કરાયેલા રૂ. ૮૦,૦૬૮ કરોડના પ્રાઈમ મિનિસ્ટર્સ ડેવલોપમેન્ટ પેકેજ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ઘણા કામો શરૂ કરાયા છે.

(8:02 pm IST)