મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

તમિળનાડુમાં બે જૂથોની વચ્ચે હિંસક અથડામણ, આગચંપી

હિંસામાં સામેલ ૫૦થી વધુની અટકાયત : ૨૫ હોડી-ઘણા ઘરોમાં આગ લગાવાઈ : કુડ્ડાલોરમાં બે વિરોધી રાજનીતિક સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ

કુડ્ડાલોર, તા. ૨ : તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે બે વિરોધી રાજનીતિક સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદથી માહોલ તણાવપૂર્ણ થયો છે. તમિલનાડુના કુડ્ડાલોરમાં શનિવારે એક વ્યક્તિની કથિત હત્યા બાદ હિંસા ભડકી હતી. ટોળાંએ આ હિંસા દરમિયાન એક હોડી અને ટુવ્હીલર વાહનોને આગ લગાડી હતી. આ ઘટનામં પોલીસે ૪૩ લોકોની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ઘટના થાલંગુડા ગામની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે બે વિરોધી રાજનીતિક સમૂહો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદથી માહોલ તણાવપૂર્ણ થયો છે. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઉપદ્રવિઓએ આદમિયાન અનેક હોડીઓ અને વાહનોમાં આગ લગાવી દીધી હતી. જ્યારે અનેક ઘરોમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારના બે સમૂહ વચ્ચે લાંબા સમયથી રાજકીય દુશ્મની ચાલી રહી હતી. આ તણાવ એક પૂર્વ સ્થાનિક નિકાય પ્રમુખના ભાઈની કથિત હત્યાના કારણે વધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા માટે ૨૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, પોલસનું કહેવું છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કુડ્ડાલોર એસપી પ્રમાઆણે હોડીઓ અને ટુવ્હીલર વાહનોમાં આગ લગાડવામાં આવી છે અને અમે પર્યાપ્ત પોલીસ તૈનાત કરી દીધી છે.

(8:02 pm IST)