મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

નેપાળ પ્રશ્ને ચીનની વધુ એક ખંધી ચાલ ખેલાઇ

વર્ષો જુના પ્રોજેકટ માટે વિવાદ કર્યો રેલ્વે લાઇન બદલવાનો રૂ. રરપ૦ કરોડના પ્રોજેકટ છે.

નવી દિલ્હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે.

રેલવે લાઇનની આગળ ભારત-નેપાળ સરહદની નજીક હાજર લુમ્બિનીથી પણ જોડાશે. ચીનની ડેવલપમેન્ટવાળી યુદ્ધનીતિ છે. સમજૂતી વર્ષોથી ઠંડી પડેલી હતી પરંતુ જ્યારે ચીન અને ભારતની વચ્ચે LAC પર તણાવ વધ્યો તો હવે વર્ષોથી બંધ પ્રોજેક્ટને ચીને તરત શરૂ કરી દીધો. ચીનની ટીમ હવે તિબેટથી કાઠમંડૂ સુધી રેલવે પ્રોજેક્ટના કામમાં લાગી ગઇ છે. તેની તસવીરો પણ ચીની મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનો ચીન પ્રેમ જગ જાહેર છે. ચીન ઓલીની ખુરશી બચાવે છે અને બદાલમાં ઓલી ચીનના ઇશારાઓ પર નિર્ણય લે છે. ઓલી નેપાળમાં ભારત વિરોધી માહોલ બનાવા માટે પૂરું જોર લગાવી રહ્યું છે. બોર્ડર પર તણાવના માહોલમાં ચીને નેપાળ સુધી રેલવે લાઇન પાથરવાનું કામ શરૂ કરી દીધું છે.

ચીને લ્હાસાને કાઠમંડુથી જોડવા માટે એક દાયકા જૂના રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. રેલવે લાઇન તિબેટના લ્હાસાથી શિગાત્સે થઇને પહોંચશે અને પછી રસવા ગાધી થતા નેપાળમાં દાખલ થશે અને કાઠમંડુ સુધી જશે. લ્હાસાથી શિગાત્સે સુધીનું કામ ખત્મ થઇ ગયું છે જ્યારે શિગાત્સેથી કેરૂંગ સુધીનું કામ શરૂ થઇ ગયું છે. તો નેપાળવાળા ભાગમાં પ્રોજેક્ટ પર ચીન સર્વેનું કામ કરી રહી છે.

ચીની મીડિયાએ રેલવે પ્રોજેક્ટના સર્વેની તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં એક ટીમ કોરિડોર સાઇટની તપાસ કરતી દેખાય છે. એવા સમયમાં જ્યારે નેપાળ અને ભારતની વચ્ચે સરહદ તણાવ ચાલી રહ્યો છે ચીન પોતાના પ્રોજેક્ટસ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિષ કરી રહ્યું છે. રેલવે લાઇન માટે 300 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 2250 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યો છે.

પ્રોજેક્ટથી બે ખતરા એક સામરિક ખતરો અને બીજો આર્થિક ખતરો છે. ચીનનો માલ ભારતના દરવાજા સુધી પહોંચાડવો ખૂબ સરળ થઇ જશે અને નવા રંગ રૂપ આપીને ભારતમાં ડમ્પ પણ કરી શકે છે.

(1:47 pm IST)