મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

જૂનમાં ક્રૂડની આયાત 5 વર્ષને તળિયે : રિફાઇનરી પ્રોડક્ટની પણ નિકાસ ઘટી

સળંગ ત્રીજા મહિને ક્રૂડની આયાતમાં ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં ક્રૂડઓઇલની આયાત છેલ્લા પાંચ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઇ છે. સરકારી આંકાડા મુજબ આ મહિનામાં રિફાઇનરી પ્રોડક્ટસની નિકાસમાં પણ વર્ષનો પ્રથમ ઘટાડો નોંધાયો છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (પીપીએસી) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન મહિનામાં ક્રૂડ ઓઇલની કૂલ આયાત વાર્ષિક તુલનાએ 19 ટકા ઘટીને 136.8 લાખ ટન થઇ છે, જે છેલ્લા વર્ષની સૌથી ઓછી માસિક આયાત છે સાથે-સાથે સળંગ ત્રીજા મહિને આયાતમાં ઘટાડો દર્શાવે છે.

યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટેવનોએ જણાવ્યું હતું કે, એવી સંભાવના છે કે હજી સુધી ઓઇલની માંગ સંપૂર્ણપણે રિકવર થઇ નથી અને ભારતમાં ઓઇલની માંગમાં ફરીથી વધારો થવામાં વધુ સમય લાગશે તેવી અપેક્ષા છે.

"વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલનો આયાત કરનાર અને વપરાશકાર ભારતમાં ઇંધણની માંગ જૂન મહિનામાં વાર્ષિક સરખામણીએ 7.8 ટકા ઘટી છે, જે કોરોનાવાયરસના સતત વધતા જતા કેસો અને રિટેલ ભાવમાં વૃદ્ધિને આભારી છે.

ઓન્ડાના વરિષ્ઠ બજાર વિશ્લેષક એડવર્ડ મોયાએ જણાવ્યું હતું કે, "ભારતમાં ઇંધણની માંગમાં પુનઃ રિકવરી પ્રાપ્તિ અટકેલી રહેશે, જેનું કારણ કોરોનાવાયરસના કેસોમાં સતત વૃદ્ધિ છે." ભારતમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ગત શુક્રવારે 16,4 લાખને વટાવી ગઇ હતી.

(12:00 am IST)