અપના નેતા કૈસા હો, જો બીડેન જૈસા હો : નવો નારો
અમેરિકામાં હિન્દી સહિત ૧૪ ભાષાઓમાં અભિયાન : યુએસની ચૂંટણી માટે પંજાબી, તેલુગુ, બંગાળી, ઉર્દૂ, કન્નડ, મલાયલી સહિત બીજી ભારતીય ભાષામાં નારા બનાવાયા
વોશિંગ્ટન, તા.૧ : ભારતીય મૂળના અમેરિકન મતદારો સુધી પહોંચવા માટે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બીડેનના સમર્થકોએ હિન્દી સહિત ૧૪ ભાષામાં અભિયાન શરૂ કર્યું છે. બીડેનની પ્રચાર અભિયાન ટીમે 'અમેરિકા કા નેતા કૈસા હો, જો બાઈડે જૈસા હોલ્લ ચૂંટણી નારો બનાવ્યો છે. આ નારો દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના એક લોકપ્રિય ચૂંટણી નારામાંથી બનાવાયો છે. આ ઉપરાંત, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉર્દૂ, કન્નડ, મલાયલી સહિત બીજી ભારતીય ભાષાઓમાંથી પણ અનેક નારા બનાવાયા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટમી ૩ નવેમ્બરના રોજ છે.
હકીકતમાં ૨૦૧૬માં ચૂંટણી નારા 'અબ કી બાર, ટ્રમ્પ સરકારલ્લને સફળતા મળી હતી. જે ભાજપના ૨૦૧૪ના 'અબ કી બાર, મોદી સરકારલ્લને આધારે બનાવાયો હતો. તેને જોતાં બીડેન માટે પણ એવો જ નારો તૈયાર કરાયો છે. બીડેનના ચૂંટણી પ્રચાર માટે રાષ્ટ્રિય નાણા સમિતિના સભ્ય અજય ભુટોરિયાએ જણાવ્યું કે, ભારતીય મૂળના મતદારો સાથે તેમની જ ભાષામાં સંવેદની યોજના બનાવી રહ્યા છીએ. બીડેન ૧૪ ભાષામાં સંવેદ દ્વારા એશિયન-અમેરિકન એન્ડ પેસિફિક આઈલેન્ડર ટીમ સાથે સમન્વય કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી ટાળવાની વાતથી પલટી ગયા છે. તેમને પાર્ટીનું જ સમર્થન મળ્યું નથી. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ કહ્યું કે, ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી. આથી ટ્રમ્પે કહ્યું કે, તે ચૂંટણી ટાળવા નહીં, નકલી વોટથી બચવા માગે છે. અમેરિકાના બંધારણ અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પે સંસદના બંને ગૃહ - હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટમાંથી બિલ મંજૂર કરાવવું પડશે.