મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

કુકડાને જેલ : ૮ મહિનાથી જેલમાં સજા ભોગવી રહ્યો હતો : કોર્ટના આદેશ બાદ છોડી મુકયો

કરાંચી તા. ૧ : શું તમે કયારેય કોર્ટની કાર્યવાહીનો સામનો કર્યો છે. બની શકે કે, ન કર્યો હોય, પણ સાંભળ્યું તો હશે જ.જો કે, તમે કયારેય પશુ પક્ષીઓને પણ કોર્ટના ચક્કર કાપવા પડ્યા હોય. આ વાત એકદમ સાચી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જિલ્લા ધોટમીમાં એક મરધાને કેટલાય મહિના સુધી જેલમાં રહેવુ પડ્યુ હતું. પોલીસની ધરપકડમાં રહેલા આ મુરધાને સ્થાનિક કોર્ટે છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. તેના માલિકે જણાવ્યુ હતું કે, છેલ્લા આઠ મહિનાથી તેનો મુરધો જેલમાં બંધ હતો.

હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આઠ મહિના પહેલા મુરધાની લડાઈની રમતમાં દરોડા પાડતા અમુક લોકોની સાથે સાથે બે ડઝન મુરધાની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ કરાયેલા લોકોને તો જામીન મળી ગયા પણ આ મુરધા માટે માલિક બનવા કોઈ આગળ આવ્યુ નહોતું.

કારણ કે, FIRમાં આ મુરધાનો પણ ઉલ્લેખ હતો, તેથી તેને પણ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જો કે, થોડા દિવસ પહેલા જફર મિરાની નામના વ્યકિતએ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, તે વ્યકિત કારણથી કરાંચીમાં રહેતો હતો, તેથી તે મરધાને છોડાવી શકયો નહીં. ત્યારે કોર્ટે હવે આદેશ આપ્યો છે કે, આ મરધાને છોડી મુકવામાં આવે. જો કે, હજૂ પણ ચાર મરધા જેલની સજા કાપી રહ્યા છે.

(2:28 pm IST)