મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

દીપક કી રોશની સે અંધેરે કો ઝગમગાના હૈ, પ્રભુ રામ કે લીએ દીપો કો જલાના હૈ, હર ઘર કો અયોધ્યા કી તરહ સજાના હૈ...

બુધવારે દિવાળી જેવો માહોલ સર્જાશેઃ ઘરે - ઘરે દીવડા પ્રગટાવાશે

રાજકોટ તા. ૧ :.. અયોધ્યામાં પ ઓગસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન થનાર છે. કરોડો હિન્દુઓનું સપનું પુરૂ થવા તરફ જઇ રહયું છે. આ ઐતિહાસિક ઘડીને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ સજ્જ છે. તે દિવસે પુરા ગુજરાતમાં દિવાળી જેવા માહોલ સર્જાશે કોરોનાની પરિસ્થિતિ હોવાથી લોકો પોતાના ઘરે જ રહી સોશ્યલ ડીસટન્સથી દીપ પ્રાગટય જેવા  કાર્યકરો કરે  તેવી વિહિપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

વિહિપના ગુજરાત પ્રાંતના મંત્રીશ્રી અશોક રાવલ (કર્ણાવતી) એ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રામ મંદિર નિર્માણની ઘડી નજીક આવતા હિન્દુ સમાજમાં હરખની હેલી ચડી છે. અયોધ્યામાં આ પ્રસંગમાં હાજરી આપવા જનારા સંતોને તા. પ પૂર્વે એક-બે દિવસે પરિષદ દ્વારા વિદાય અપાશે. તા. પ મીએ ભૂમિપૂજન સમયે મંદિરોમાં સત્સંગ-ભજન થાય તેવી સંતો-મહંતોને અમારી અપીલ છે. ઝાલર કે ઘંટ વગાડીને પણ ખુશાલી વ્યકત કરી શકાય છે. તે દિવસે દિ આથમે ત્યારે સાંજે ૭ વાગ્યા આસપાસ ગુજરાતના ઘરે-ઘરે દિવાળીની જેમ દીવડા પ્રગટાવવામાં આવે તેવી અમારી અપીલ છે.

રાજયમાંથી પરમાત્માનંદજી સ્વામી, મહંત સ્વામી, માધવપ્રિય સ્વામી, કૃષ્ણમણી મહારાજ, અવિચલદાસજી મહારાજ, શાંતિગીરી મહારાજ, શંભુપ્રસાદજી મહારાજ વગેરેને અયોધ્યાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

દરમિયાન રાજકોટ મહાનગર વિહિપના મહામંત્રી નિતેશ કથીરીયા જણાવે છે કે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા શ્રીરામજન્મભૂમિ પર મંદિર નિર્માણ થઇ જવા રહ્યું છે. તેમા નિમિતે પુજનના સબંધમાં એક વિસ્તૃત કાર્ય યોજના તૈયાર કરી છે જે મુજબ પ ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, પુજય સંતો, વિદ્વાનો, ટ્રસ્ટીઓ તથા અન્ય ગણમાન્ય વ્યકિતઓ સાથે અયોધ્યામાં પુજન કરી રહ્યા હશે ત્યારે સંપૂર્ણ દેશ એના અનુપમ દ્રશ્યથી પોતાના ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ જોઇ રહ્યા હશે. આ પુજનમાં દેશ ભરની પવિત્ર નદીઓનું જલ તથા પવિત્ર તીર્થ ક્ષેત્રોની પાવન માટીના સહયોગથી શ્રીરામ જન્મભૂમિનું મંદિર સામાજીક સમરસતા, રાષ્ટ્રીય એકાત્મતા તથા હિન્દુત્વની ભાવના જાગૃત કરવા એક ચિરજીંવી દિવ્ય કેન્દ્ર બનશે.

હીન્દુ સમાજના સેકડો વર્ષોની તપસ્યા તેમજ રામ ભકતોની આકાંક્ષાઓની પુર્ણ થવાના આ પવિત્ર અવસર પર બધા રામ ભકતોને વિશ્વ હિન્દુ પરીષદના મહામંત્રી શ્રીમિલીન પરાંડે દ્વારા આહવાન કરવામાં આવેલ છે કે, પ-ઓગસ્ટના રોજ બધા પુજયસંત, મહાત્મા, પોતાના મઠ-મંદિર, આશ્રમો તથા દેશ વિદેશમાં વસતા બધા રામભકતો પોત-પોતાના ઘરે અથવા નજીકના મંદિરે કે આશ્રમમાં સવારે ૧૦-૩૦ થી પોતાના આરાધ્ય દેવનું પુજન કિર્તન, સ્મરણ, પુષ્પ સમર્પણ આરતી કરે તથા પ્રસાદ આપે. પોત-પોતાના ઘરે, ગામોમાં મઠ-મંદિર, આશ્રમ, ગુરૂદ્વાર વિગેરેમાં યથાશકિત સુશોભન કરે તેમજ પ્રસાદ વિતરણ કરે અને સાધ્ય કાળમાં સુર્યાસ્ત બાદ દિપ પ્રાગટય કરે. પોતાના સાર્મથ્ય અનુસાર રામમંદિર માટે યથાશકિત દાનનો સંકલ્પ કરે. વર્તમાન પરિસ્થિતિમાં અયોધ્યામાં જવા માટે ખુબજ અસુવિધા થઇ શકે છે જેથી પોત પોતાના ઘરોમાં મઠ-મંદિરોમાં આ ઉત્સવને ધામધુમથી મનાવીએ.  બધા કાર્યક્રમો કોરોનાથી બચવા બધા સાધનો ઉપયોગ કરીએ તેમજ સોશ્યલ ડીસ્ટન્સ રાખીએ તથા આ સબંધે સરકાર અને પ્રશાસન દ્વારા દેવામાં આવેલ દિશા અને નિર્દેશોનું પાલન કરી અને આ ભવ્ય ઉત્સવ ઉજવીએ.

(12:57 pm IST)