મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

નોઈડામાં બહુમાળી ઈમારત થઈ ધરાશાયી : કાટમાળમાંથી 4 લોકોને બહાર કાઢ્યા : અનેક લોકો દટાયા હોવાની આશંકા

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળે પોલીસ દળ સાથે હાજર

નવી દિલ્હી : દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં એક બહુમાળી ઈમારત પડી ગઈ છે. અહીં ઘણા લોકો મકાનની નીચે દટાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઇમારત નોએડાના સેક્ટર 11માં આવેલી એફ 62 માં પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું.

 

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળે પોલીસ દળ સાથે હાજર છે. કાટમાળ નીચે દબાયેલા 10થી વધુ લોકો દટાયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ચાર લોકોનો બચાવ થયો છે. બચાવેલ લોકોમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ છે. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. આ બિલ્ડિંગ નોઇડા સેક્ટર 24 પોલીસ સ્ટેશન હેઠળ આવે છે

 

(12:00 am IST)