મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

સિંધિયાની રાજ્યસભા ચૂંટણી રદ થાય: શપથપત્રમાં ખોટી વિગતો આપી હોવાનો દાવો : હાઈકોર્ટમાં અરજી

ભોપાલમાં ગુનાહિત કેસની જાણકારી આપી નથી. જે કાયદાકીય રીતે ખોટુ છે.

ભોપાલ : કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. ત્યારે હવે કોંગ્રેસના એક ધારાસભ્યએ તેમને પડકાર આપ્યો છે. ભિંડ જિલ્લાના લહાર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ડૉ. ગોવિંદ સિંહે આ મામલે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં  એક અરજી દાખલ કરી છે.

 

સિંહે આ અરજીમાં આરોપ લગાવ્યો છે કે, સિંધિયાએ નામાંકન શપથ પત્રમાં ખોટી વિગતો આપી છે. તેમના વકીલ સંજય અગ્રવાલ અને અનુજ અગ્રવાલે જણાવ્યુ હતું કે, આ અરજીમાં કહેવાયુ છે કે, સિંધિયાએ રાજ્યસભામાં દાખલ કરેલા પોતાના નામાંકન પત્રમાં ખોટી જાણકારી આપી છે. સાથે જ તેમણે તથ્યોને પણ છુપાવ્યા છે.

સિંધિયાએ પોતાની ઉપર લાગેલા ભોપાલમાં ગુનાહિત કેસની જાણકારી આપી નથી. જે કાયદાકીય રીતે ખોટુ છે. તથા સુપ્રીમ કોર્ટના આદેશથી પણ અલગ છે. ગોવિંદ સિંહે જણઆવ્યુ હતું કે, સિંધિયાની ચૂંટણી રદ અને રાજ્યસભા પદ પણ છીનવી લેવામાં આવે. કેમ કે, તેમણે શપથપત્રમાં તથ્યો છૂપાવ્યા છે.

(12:00 am IST)