મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

મસ્કની સંપત્તિમાં લગભગ ૬૨ બિલિયન ડોલરનો ઘટાડો

કોરોનાના કારણે આવેલી મંદીની અસર બધા પર પડી : ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં વિશ્વના ૫૦૦ સૌથી અમીર લોકોને ૧.૪ ટ્રિલિયન ડોલરનું નુકશાન થયું

નવી દિલ્હી, તા.૨ ઃ કોરોના મહામારીના કારણે આવેલી મંદીની અસર બધા પર પડી છે. સામાન્ય માણસથી લઈને સૌથી અમીર લોકોએ પણ તેનો સામનો કરવો પડ્યો છે. ટ્વીટરના માલિક એલોન મસ્કની સંપત્તિમાં લગભગ ૬૨ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જેફ બેઝોસની સંપત્તિમાં પણ લગભગ ૬૩ બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. બીજી તરફ માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિમાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. બધાએ જણાવ્યું કે, ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં વિશ્વના ૫૦૦ સૌથી અમીર લોકોને ૧.૪ ટ્રિલિયન ડોલરનું નુકશાન થયું છે. આ એક મોટો ઘટાડો છે જે વૈશ્વિક અબજોપતિ વર્ગ માટે ૬ મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. પોસ્ટ કોરોના પીરિયડમાં આ એક સૌથી મોટો ઘટાડો છે જ્યારે સરકાર અને કેન્દ્રીય બેંકોએ કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી અભૂતપૂર્વ પ્રોત્સાહનના ઉપાયો શરૃ કર્યા હતા જેમાં ટેક કંપનીઓથી લઈને ક્રિપ્ટોકરન્સી સુધી દરેક ચીજવસ્તુઓનું મૂલ્ય સ્લેશ કરી દેવામાં આવ્યું હતું. વધેલી મોંઘવારીનો સામનો કરવા માટે નીતિ નિર્માતાઓ દ્વારા વ્યાજ દર વધવાને કારણે કેટલાક ઊંચા મૂલ્યો વાળા શેર અબજપતિ જે તેના માલિક છે તેમને મોટા નુકશાનનો સામનો કરી રહ્યા છે. ટેલ્સા આઈએનસીના છેલ્લા ૩ મહિના સૌથી ખરાબ હતા. જ્યારે એમેઝોન.કોમ આઈએનસીને ડોટ-કોમ બબલ આવ્યા બાદ સૌથી વધુ નુકશાન થયું હતું.

જો કે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકો માટે નુકશાન વધી રહ્યું છે તે માત્ર સંપત્તિની અસમાનતા ઘટાડવાની દિશામાં માત્ર એક સાધારણ પગલું દર્શાવે છે. મસ્ક ટેસ્લાના સહ-સંસ્થાપક પાસે હજુ પણ સૌથી વધારે ૨૦૮.૫ ડોલર બિલિયનની સંપત્તિ છે. જ્યારે એમેઝોનના માલિક જેફ બેઝોસ ૧૨૯.૬ ડોલર બિલિયનની કુલ સંપત્તિ સાથે બીજા સ્થાન પર છે.

ફ્રાન્સના સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ અરનોલ્ટ૧૨૮.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર છે ત્યારબાદ બિલ ગેટ્સ ૧૧૪,૮ બિલિયન ડોલર સાથે ચોથા સ્થાન પર છે. ૧૦૦ બિલિયન ડોલરથી વધુ સંપત્તિ વાળા આ માત્ર ૪ લોકો છે.

 

(8:34 pm IST)