મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

ઉદયપુરના કન્‍હૈયાલાલ હત્‍યા કેસના આરોપી રિયાઝ અત્તારીના ભાજપ નેતા ગુલાબચંદ્ર કટારીયા સહિતના લોકો સાથે સંબંધો હતાઃ કોંગ્રેસના નેતા પવન ખેરાના આક્ષેપો

રાજસ્‍થાન લઘુમતી યુનિટની મિટીંગમાં આરપી હાજરી આપતો

ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસમાં કોંગ્રેસે ખુલ્લેઆમ ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કન્હૈયા લાલના હત્યારા રિયાઝ અત્તારીના બીજેપી નેતા ગુલાબચંદ્ર કટારિયા અને અન્ય લોકો સાથે સંબંધો હતા. તેમણે એમ પણ કહ્યું છે કે રિયાઝ બીજેપીના રાજસ્થાન લઘુમતી યુનિટની મીટિંગમાં હાજરી આપતો હતો. તેની તસવીરો પણ હવે દુનિયાની સામે છે.

SIT વ્યક્તિ (ઇર્શાદ ચેનવાલા) સુધી પણ પહોંચી, જેની મદદથી રિયાઝ ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતો હતો. ઇર્શાદ ચેનવાલા રાજસ્થાનમાં ભાજપના લઘુમતી મોરચામાં રાજ્ય કારોબારીના સભ્ય છે. લગભગ ત્રણ વર્ષ પહેલા એક તસવીર લેવામાં આવી હતી, જેમાં ઈર્શાદ રિયાઝ સાથે જોવા મળી રહ્યો છે.

પાર્ટીના નેતા પવન ખેરાએ શનિવારે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં કહ્યું કે ગઈકાલે એક મીડિયા ગ્રુપે ઉદયપુરની ભયાનક ઘટનાને લઈને ખૂબ સનસનીખેજ ખુલાસો કર્યો છે. ઘટસ્ફોટમાં ઉદયપુરમાં કન્હૈયાલાલની જઘન્ય હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અત્તારી સાથે ભાજપના બે નેતાઓ (ઇર્શાદ ચેનવાલા અને મોહમ્મદ તાહિર)ના સંબંધોની તસવીરો જગ જાહેર છે.

તેમણે કહ્યું કે ખુલાસામાં વાત પણ સામે આવી છે કે મુખ્ય આરોપી રિયાઝ અટ્ટારી રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાના કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લેતો હતો. આટલું નહીં મુખ્ય આરોપી રિયાઝ બીજેપી લઘુમતી યુનિટની મીટિંગમાં હાજરી આપતો હોવાની તસવીરો પણ દુનિયાની સામે છે.

 

(5:34 pm IST)