મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

મને પણ ગુવાહાટી જવાની ઓફર થઇ હતી પરંતુ હું બાલાસાહેબ ઠાકરેને અનુસરૂ છુ, તેથી ત્‍યાં ન ગયો, સત્‍ય તમારા પક્ષમાં છે તો ડર કેમ છે ? શિવસેના નેતા સંજય રાઉતના પ્રહારો

ઇડી સમક્ષ હાજર થયા બાદ 10 કલાકથી વધુ પૂછપરછ કરાઇ

મુંબઇઃ શિવસેનાના નેતા સંજય રાઉતે ખુલાસો કર્યો કે તેમણે પણ ગુવાહાટી જવાનો પ્રસ્તાવ મળ્યો હતો. રાઉતે કહ્યુ, મને પણ ગુવાહાટી જવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ હુ બાલા સાહેબ ઠાકરેનું અનુસરણ કરૂ છુ માટે હું ત્યા ના ગયો. જ્યારે સત્ય તમારા પક્ષમાં છે તો ડર કેમ છે?

મહત્વપૂર્ણ છે કે શિવસેના સામે બળવા બાદ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં આઠ દિવસ રોકાયા હતા. શિવસેનાના બળવાખોરો માટે હોટલના તમામ 70 રૂમ બુક કરવામાં આવ્યા હતા. બહારના લોકો માટે હોટલની રેસ્ટોરન્ટ, બેન્કવેટ સહિત અન્ય સુવિધાઓ પર 22થી 29 જૂન સુધી રોક લગાવી દેવામાં આવી હતી.

સંજય રાઉતે કહ્યુ, દેશનો એક જવાબદાર નાગરિક, સાંસદ હોવાને કારણે મારૂ કર્તવ્ય છે કે દેશની કોઇ પણ તપાસ એજન્સી મને બોલાવે છે તો હું તેમની સામે જઇને નિવેદન આપુ છુ. મને બોલાવવામાં આવ્યો, લોકોના મનમાં કેટલીક શંકા છે કે રાજકીય દબાણમાં થયુ છે, આવી કોઇ વાત નથી.

સંજય રાઉત પોતાનું નિવેદન દર્જ કરાવવા માટે ઇડી સામે હાજર થયા હતા અને 10 કલાકથી વધારે સમય પછી બહાર નીકળ્યા હતા, તેમણે કહ્યુ કે તેમના મનમાં શંકા હતી, ટાઇમિંગની થોડી સમસ્યા છે કે ટાઇમિંગ કેમ રાખ્યો. 10 કલાક સુધી હું તેમની સાથે રહ્યો, અધિકારીએ ઘણી સારી રીતે મારી સાથે વર્તાવ કર્યો. મે તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો, મે તેમણે કહ્યુ કે જો તમને લાગે છે કે મારે પરત આવવુ જોઇએ તો હું ફરી આવીશ.

(5:33 pm IST)