મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

મેટ્રો કાર શેડ નિર્માણ મામલે મુંબઇનું રાજકારણ ગરમાયું

મુંબઇ,તા. ૨ : મુંબઇની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ નિર્માણ ઉપર એક વાર ફરી રાજકારણ ગરમાયું છે. ઉધ્‍ધવ ઠાકરેને જવાબ દેતા ઉપમુખ્‍યમંત્રી ફડણવીસે જણાવેલ કે કાર શેડ તો આરેમાં જ બનશે. જ્‍યાં ૨૫ ટકા કામ થયું છે. ત્‍યાં જ પૂર્ણ પણ થશે. તે જ મુંબઇના હીતમાં છે. કેમ કે  તેનાથી મેટ્રોલ ઝડપથી શરૂ થઇ શકશે. આરેના જંગલ બચાવવા આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. કાલે રવિવારે આપ દ્વારા જબ્‍બર વિરોધ પ્રદર્શન નોંધાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 

(4:43 pm IST)