મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

કોરોનાના ૧૭ હજારથી વધુ નવા કેસ સામે આવ્‍યા : ૨૯ના મોત

દેશમાં કોરોનાના ૧.૦૯ લાખ સક્રિય કેસ : ગઇકાલની સરખામણીએ આજે ૦.૧% વધુ નવા કેસ મળી આવ્‍યા

નવી દિલ્‍હી તા. ૨ : છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૭ હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્‍યા છે. જયારે ૨૯ દર્દીઓના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના કેસના આંકડા ચોંકાવનારા છે.
આરોગ્‍ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭ હજાર ૦૯૨ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં ૦.૧્રુ વધુ છે. દેશના પાંચ રાજયોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
આ રાજયોમાં કેરળ (૩,૯૦૪ નવા કેસ) પ્રથમ ક્રમે છે. તે પછી મહારાષ્ટ્ર (૩,૨૪૯), તમિલનાડુ (૨,૩૮૫), પヘમિ બંગાળ (૧,૭૩૯) અને કર્ણાટક (૧,૦૭૩) આવે છે. કુલ નવા કેસોમાં આ પાંચ રાજયોનો હિસ્‍સો ૭૨.૨૫ ટકા છે. નવા કેસોમાંથી ૨૨.૮૪ ટકા કેરળમાંથી જ આવ્‍યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે. દેશમાં કોવિડને કારણે અત્‍યાર સુધીમાં પાંચ લાખ (૫,૨૫,૧૬૮) થી વધુ લોકોના મોત થયા છે. ભારતનો રિકવરી રેટ હવે ૯૮.૫૪ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૪ હજાર ૬૮૪ દર્દીઓ સાજા થયા છે, જેના કારણે દેશભરમાં સાજા થનારા લોકોની કુલ સંખ્‍યા વધીને ૪ કરોડ ૨૮ લાખ ૫૧ હજાર ૫૯૦ થઈ ગઈ છે. દેશમાં નવા કોરોના દર્દીઓના આગમન બાદ સક્રિય કેસની સંખ્‍યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોરોનાના ૧ લાખ ૯ હજાર ૫૬૮ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સક્રિય કેસોમાં ૨ હજાર ૩૭૯ નો વધારો થયો છે. બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કુલ ૯ લાખ ૯ હજાર ૭૭૬ ડોઝ આપવામાં આવ્‍યા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪ લાખ ૧૨ હજાર ૫૭૦ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્‍યું છે.

 

(12:56 pm IST)