મુખ્ય સમાચાર
News of Friday, 2nd July 2021

મોંઘવારીનો ડામ બેશર્મ બન્યો :ફરી પેટ્રોલના ભાવમાં વધારો ઝીકાયો : લિટરે 37 પૈસા મોંઘુ

રાજ્યના આઠ મહાનગરોમાં જાણો શું છે પેટ્રોલનો ભાવ

અમદાવાદ :દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દૂધ, જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની સાથે આજે ફરી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે. જો કે આજે ડિઝલની કિંમતમાં કોઈ ભાવ વધારો કરાયો નથી.

આઠ મહાનગરોમાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.06 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.28 રૂપિયા પર પહોંચી ગઈ છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.83 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.88 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.72 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.75 રૂપિયા પર પહોંચી ગઈ છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.98 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.70 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.07 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.12 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.63 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.65 રૂપિયા પર પહોંચી ગઈ છે

(9:22 am IST)