મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

માસૂમ અયાદને બચાવવા માટે જમ્‍મુના લોકોએ સીઆરપીએફને કર્યા સલામઃ સોપોર એનકાઉન્‍ટરમાં ફસાયેલા ત્રણ વર્ષના બાળકને સીઆરપીએફએ બચાવ્‍યો

જમ્‍મુઃ કાશ્‍મીર ઘાટીમાં સોપોરમા થયેલા એનકાઉન્‍ટરમાં ફસાયેલા એક ત્રણ વર્ષના બાળકને ગોળીબારીથી બચાવવામા સીઆરપીએફના જવાનોને જમ્‍મુના લોકોએ સલામ કરેલ છે.  જમ્‍મુમાં લોકોનો દાવો હતો કે એક બાળકને બચાવવા માટે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર ભારતીય સુરક્ષાબળોએ ફરજ બજાવી છે.

કાશ્‍મીરના સોપોર વિસ્‍તારમાં થયેલ એનકાઉન્‍ટરની તસ્‍વીરો સામે આવવાથી લોકો ભાવુક બન્‍યા.

(10:10 pm IST)