News of Thursday, 2nd July 2020
CAA ના વિરોધમાં તોફાનો કરી જાહેર સંપત્તિને નુકશાન કરનારા 57 લોકો વિરુદ્ધ અદાલતી કાર્યવાહી શરૂ : પોસ્ટલ બેલેટ સાથે ઝડપાયેલા અને જામીન ઉપર છુટેલા આરોપીઓની સંપત્તિની કિંમત 1.55 કરોડ રૂપિયા : જાહેર લીલામી 16 જુલાઈના રોજ : ધરપકડ વોરંટ જારી કરાયું
ન્યુદિલ્હી : પાટનગર દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ તોફાનો કરી જાહેર સંપત્તિને નુકશાન કરનારા તથા પોસ્ટલ બેલેટ સાથે ઝડપાયેલા અને જામીન ઉપર છૂટેલા લોકો વિરુદ્ધ અદાલતી કાર્યવાહી શરૂ થઇ ગઈ છે.જે મુજબ આ આરોપીઓ રકમ ન ભરે તો તેમની સંપત્તિની 16 જુલાઈના રોજ લીલામી કરાશે તેમજ તેમની ધરપકડ માટે વોરંટ પણ જારી થઇ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કુલ આરોપીઓની સંખ્યા 57 છે.જેમની સંપત્તિની કિંમત 1.55 કરોડ રૂપિયા થવા જાય છે.
(7:56 pm IST)