મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

ભારત સાથે વિવાદ બાદ નેપાળનું રાજકારણ ગરમાયુ : બજેટ સત્ર કેન્સલ : દેશને સંબોધન કરશે પીએમ ઓલી

ભારતની સાથે નકશા વિવાદ સર્જાયા બાદ જ પાર્ટીમાં કેપી ઓલી વિરુદ્ધ માહોલ

નવી દિલ્હી : ભારત સાથેના વિવાદ વચ્ચે નેપાળમાં રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. ગુરુવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ કેબિનેટ બેઠક પહેલા રાષ્ટ્રપતિ બિદ્યા ભંડારી સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. ત્યાર પછી તાત્કલિક કેબિનેટ બેઠકમાં હાલના બજેટ સત્રને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હવે એવા અહેવાલ પ્રાપ્ત કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી કે કેપી ઓલી નેપાળના જનતાને સંબોધન કરી શકે છે.

ભારતની સાથે નકશા વિવાદ સર્જાયા બાદ જ પાર્ટીમાં કેપી ઓલી વિરુદ્ધ માહોલ સર્જાવાનો શરૂ થઈ ગયો છે. અત્રે  ઉલ્લેખનીય છે કે પાર્ટીનાં નેતાઓએ પહેલાજ કેપી ઓલી પાસેથી પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપવાની માંગ કરી હતી.

(1:45 pm IST)