મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

જુલાઇ-ઓગસ્ટમાં વધુ ફેલાવાના અણસાર

જુનમાં કોરોનાના કેસમાં વધારો

નવી દિલ્હી તા. ર : દેશમાં કોરોના વાયરસ આવ્યાને છઠ્ઠો મહિનો શરૂ થઇ ચૂકયો છે. સૌથી વધારે અસર જૂનમાં જોવા મળી એ દરમ્યાન ગરમી પણ જોરદાર પડી અને લોકડાઉન પણ હટાવવામાં આવ્યું. નિષ્ણાંતોનું માનવું છે કે જુનની જેમ જુલાઇ પણ સંવેદનશીલ થઇ શકે છે. જુનમાં ૩.૪૮ લાખ સંક્રમિતો  મળ્યા છે. ડેટા નિષ્ણાંત દીપેન્દ્રરાય જણાવે છે કે જુનમાં દર્દીઓ અને મોત સૌથી વધારે જોવા મળ્યા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર ૩૧ મે સુધી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૧,૮ર,૧૪૩ હતી અને પ૧૬૪ લકોોના મોત થયા હતા હવે ગઇકાલે કુલ દર્દીઓની સંખ્યા વધીને પ,૮પ,૪૯૩ થઇ ચુકી છે જયારે ૧૭૪૦૦ લોકો મોતને ભેટયા છે. કેરળના સીનીયર ડેટા એકસપર્ટ જેમ્સ વિસ્લનનું માનવું છે કે જુલાઇમાં પાંચ થી છ લાખ નવા દર્દીઓ આવશે. જુલાઇમાં જુનથી પણ વધારે મોત થઇ શકે છે.

ચેન્નઇ ખાતેની નેશનલ પબ્લિક હેલ્થ ઇન્સ્ટીટયુટના સીનીયર પ્રોફેસર એમ.રામાસ્વામીનું કહેવું છે કે જુલાઇ અને ઓગસ્ટમાં પીક આવી શકે છે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી રહેશે પણ આરોગ્ય સેવાઓને હજુ પણ વધારે મજબૂત કરવાની જરૂર છે.

(11:23 am IST)