મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી: સંભવિત વાવાઝોડા સામે સરકારે કરેલ આગોતરા આયોજન અને પાગલની વિગતો મેળવી

વાવાઝોડા નિસર્ગની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદની ખાતરી આપી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ  આજે સાંજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

 પ્રધાનમંત્રી એ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓથી  સંતોષ વ્યક્ત કરીને આ  સંભવિત  વાવાઝોડા નિસર્ગની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને  કેન્દ્ર સરકારની  તમામ મદદની ખાતરી આપી હતી

(8:12 pm IST)