મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

નિસર્ગ વાવાઝોડાંને લઇ તંત્ર એલર્ટઃ મુંબઇમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ : NDRFની ટીમો તૈનાત

ચક્રવાત મુંબઇ અને પાલઘર નજીક પહોંચી ગયું: ગોવામાં પણ વરસાદ ચાલુ : બે દિવસોમાં દરિયાકિનારે નહીં જવાની સલાહ

મુંબઇઃ ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ ગુજરાતનાં તટ પર 3 જૂનનાં રોજ દસ્તક દઇ શકે છે.એવામાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. જેનાંથી થનારી તબાહીની આશંકાને જોતા રાજ્ય સરકારોએ નીચલા સ્થાનો પર રહેનારા લોકોને નીકાળવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અડધો ડઝનથી પણ વધારે જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. નિસર્ગનાં ખતરાને જોતા કુલ NDRFની 23 ટીમોને તૈનાત કરવામાં આવેલ છે.

  ચક્રવાત મુંબઇ અને પાલઘર નજીક પહોંચી ગયું છે કે જે મુંબઇમાં સમુદ્ર કિનારાને હિટ કરશે. મુંબઇ માટે આ પ્રથમ ગંભીર વાવાઝોડું હશે. હકીકતમાં અરબ સાગર પર ઓછાં દબાણને કારણે ક્ષેત્ર મુંબઇ તરફ વધી રહ્યું છે જેની ગતિ 11 કિમી પ્રતિ કલાક છે. પરંતુ તેનાં તોફાનમાં બદલતા જ હવાની ગતિ 120 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. હાલમાં આ મુંબઇથી 430 કિમી દૂર છે. વાવાઝોડાંની હલચલને જોતાં મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તેજ હવાઓ સાથે વરસાદ વરસી રહ્યો છે.

  વાવાઝોડાંને જોતા ગુજરાત-મહારાષ્ટ્રમાં સમુદ્ર કિનારા પાસે આસપાસનાં વિસ્તારોનાં લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં છે. સમુદ્રનાં કિનારાનાં વિસ્તારોમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ઘરેલૂ પશુઓને પણ સુરક્ષિત સ્થળોએ લઇ જવાની સલાહ આપવામાં આવી છે.

  ગુજરાત અને મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાંનાં એલર્ટ વચ્ચે ગોવામાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાંની અસરથી દરિયાકિનારાનાં વિસ્તારોમાં તેજ હવાની સાથે-સાથે ભારે વરસાદ શરૂ રહેશે. આ ખતરાને જોતા ગોવામાં લોકોને આગામી બે દિવસોમાં દરિયાકિનારે નહીં જવાની સલાહ આપવામાં આવી છે.

  આ દબાણ ભયંકર વાવાઝોડાંમાં પરિવર્તિત થવા પર હવાની ગતિ 105થી 115 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. બીજી બાજુ 3 જૂનનાં રોજ પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, ‘આનાંથી દક્ષિણી ગુજરાત ક્ષેત્રમાં 3 અને 4 જૂનનાં રોજ ભારે વરસાદ થશે.’  

(7:53 pm IST)