મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

કોરોના સંક્રમણ મામલે દેશ 7માં નંબરે હોવાનું વિશ્લેષણ સાચું નથી : ભારતની વસ્તી ખુબ વધુ :સ્વાસ્થ્ય મંત્રાલય

ભારતમાં રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે અને વિશ્વભરનાં દેશોમાં સૌથી ઓછો મૃત્યુદર છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણનાં સતત વધતા જતા કેસ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ‘તેનાંથી ગભરાવાની કોઇ જ જરૂર નથી પરંતુ પોતાની સુરક્ષાનો ઉપાય કરવો જોઇએ. સ્વાસ્થ્ય મંત્રાલયનાં ડેપ્યુટી સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના સંક્રમણનાં કેસોમાં દેશ ભલે સાતમા નંબર પર છે પરંતુ આ વિશ્લેષણ સાચુ નથી કેમ કે અન્ય દેશોની આબાદીની તુલનામાં ભારતની આબાદી ખૂબ વધારે છે. તેઓએ એમ પણ કહ્યું કે, ભારતમાં રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે અને વિશ્વભરનાં દેશોમાં સૌથી ઓછો મૃત્યુદર છે. તેઓએ કહ્યું કે, અત્યાર સુધી 95527 લોકોને કોરોનાથી છુટકારો મળી ચૂક્યો છે અને દેશની રિકવરી રેટ 48.07 ટકા છે.

અગ્રવાલે કહ્યું કે, ‘આજે દેશમાં કેસ સતત વધી રહ્યાં છે. દેશ સાતમા નંબર પર છે. આ એનાલિસિસ ડાઉટફુલ કમ્પેરિઝન રજૂ કરે છે. તેની તુલાના અમારી આબાદીનાં હિસાબથી હોવી જોઇએ. આપણે બાકી દેશો કરતા ખૂબ સારી એવી સ્થિતિમાં છીએ. આપણાં દેશમાં ખૂબ સ્થિરતા છે. આજનાં ડેટા અનુસાર 14 દેશ કે જે આપણાં દેશની આબાદી સાથે મળતાં ઝુલતાં છે ત્યાં લગભગ 22 ટકા કેસ સામે આવ્યાં છે અને 55 ટકા વધારે મોત થયાં છે.’

 

(7:48 pm IST)