મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં પ્રચંડ વિસ્ફોટમાં એક બાળકનુ મોત : એક ઘાયલ

નવી દિલ્હ: અફઘાન સૈન્યએ નિવેદનમાં જણાવ્યુ છે કે," અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરહાર પ્રાંતમાં વિસ્ફોટમાં એક બાળકનુ મોત નીપજ્યુ છે." 201 મી સિલાબ કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યુ છે કે," વિસ્ફોટક ડિવાઈસ નંગરહારમાં, દેહ બાલા જિલ્લાના શાબી વિસ્તારમાં સરકાર વિરોધી સશસ્ત્ર, તત્ત્વ દ્વારા કરાયો હતો નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે," વિસ્ફોટમાં એક બાળકનુ મોત નીપજ્યુ હતુ, અને બીજો એક ઘાયલ થયો હતો.

તાલિબાન સહિત સરકાર વિરોધી સશસ્ત્ર આતંકવાદી જૂથોએ, હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તાલિબાન અને અન્ય જૂથોના આતંકવાદીઓ સુરક્ષા દળો અને સરકારી અધિકારીઓને નિશાન બનાવવા માટે તેમના પસંદગીના હથિયાર તરીકે આવા વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ હંમેશા કરે છે. જો કે, આવા હુમલાથી સામાન્ય રીતે સામાન્ય નાગરિક જાનહાનિ થાય છે.

(1:19 pm IST)